TikTok@પાલનપુર: તબીબનો ગુજરાતી ગીતો ઉપર નાચતો વિડીયો વાયરલ

અટલ સમાચાર, પાલનપુર પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ટિકટોક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં સિવિલ હોસ્પિટલમાં ટિકટોક વીડિયો બનાવવ માટે ડોક્ટર ઠુમકા લગાવી રહ્યા છે અને તેમનો ઠુમકા લગાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. ડો.ભેદરૂ ગુજરાતી ગીત શેરમાં રે રોણા શેરમાં રે..ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે..ગીત પર નાચતાં તો બીજા વિડિઓમાં અન્ય યુવતી
 
TikTok@પાલનપુર: તબીબનો ગુજરાતી ગીતો ઉપર નાચતો વિડીયો વાયરલ

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ટિકટોક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં સિવિલ હોસ્પિટલમાં ટિકટોક વીડિયો બનાવવ માટે ડોક્ટર ઠુમકા લગાવી રહ્યા છે અને તેમનો ઠુમકા લગાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. ડો.ભેદરૂ ગુજરાતી ગીત શેરમાં રે રોણા શેરમાં રે..ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે..ગીત પર નાચતાં તો બીજા વિડિઓમાં અન્ય યુવતી સાથે ડુએટ બનાવી તારો નંબર દેતી જા મારો નંબર લેતી જા.. ગીત પર અદાઓ વ્યક્ત કરતા જોવા મળ્યા છે.

TikTok@પાલનપુર: તબીબનો ગુજરાતી ગીતો ઉપર નાચતો વિડીયો વાયરલ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં પોલીસતંત્ર બાદ આરોગ્ય વિભાગના કર્મીઓને ટિકટોકનો રંગ લાગ્યો છે. પાલનપુર સિવિલ હોસ્પિટલના અધિકારીનો વીડિયો સામે આવ્યો છે. મેડિકલ ઓફિસર ડો.બિજલ ભેદરૂએ સિવિલ હોસ્પિટલમાં ડાન્સ કરી અને વીડિયો બનાવ્યો છે.ડો,બીજલ ભેદરૂ સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને આરોગ્ય વિભાગને તાલીમ આપવાની જવાબદારી નિભાવે છે.આ મામલે જિલ્લા આરોગ્ય વિભાગે પણ કંઇ કહેવાનો ઇન્કાર કર્યો છે. અગાઉ પોલીસતંત્રના વીડિયો વાયરલ થઇ રહ્યાં હતા ત્યારે હવે આરોગ્ય વિભાગના કર્મીઓના ટિકટોકના વીડિયો વાયરલ થયા છે.