મહેસાણાના ઈસમને સુરતી ઠગે ડીસ્ટ્રીબ્યુટર આપવાનુ કહી 1 કરોડ ખંખેરી લીધા
મહેસાણાના ઈસમને સુરતી ઠગે ડીસ્ટ્રીબ્યુટર આપવાનુ કહી 1 કરોડ ખંખેરી લીધા

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણાના વેપારીને સુરતના ઠગે મહેસાણા જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર ડીસ્ટ્રીબ્યુટર નિમવાનો અધિકાર આપવાનું જણાવી 1 કરોડ લીધા હતા. જે બાદ કોઈ અન્ય ઈસમને કોન્ટ્રાક્ટ દેતા પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની જાણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મહેસાણા બીડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ આધારે મહેસાણાની આદિનાથ સોસાયટીમાં રહેતા ગૌરાંગભાઈ હર્શદભાઈને સુરતના કટારીયા દિનેશ ભુપતભાઈએ નોન આલ્કોહોલ પીણા માટે ડીસ્ટ્રીબ્યુટર આપવાની વાત કરી હતી. જેથી હર્ષદભાઈએ તૈયારી બતાવી હતી. અને ઠગે તેમની પાસે 1 કરોડ આપવાની સામે જિલ્લામાં અલગ અલગ નવ જિલ્લામાં ડીસ્ટ્રીબ્યુટર આપવાનું જણાવ્યું હતું.

ડીસ્ટ્રીબ્યુટર બનવા સામે ઠગે 1 કરોડ રુપિયા જમા પણ કરાવ્યા હતા. પરંતુ મહેસાણાના વેપારીને બાદમાં જાણ થઈ કે જે કોન્ટ્રાક્ટ પોતાને લેવાનો હતો તે અન્ય કોઈ ઈસમને આપી દેવામાં આવ્યો છે. અને પોતાની સાથે સુરતના ઠગે વિશ્વાસઘાત આચરી ઠગાઈ આચરવામાં આવી છે. જેથી વારંવાર પૈસાની માંગણી કરવા છતાં પૈસા પરત નહી મળતા છેવટે મહેસાણા બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અંગેની તપાસ મહેસાણા પોલીસે હાથ ધી છે.