આવતીકાલ@ઉ.ગુ.: 300થી વધુ ગામ અને 9 શહેરોમાં પાણી કાપનો નિર્ણય

અટલ સમાચાર, મહેસાણા કોરોનાના કહેર વચ્ચે હવે આવતીકાલથી ઉત્તર ગુજરાતના ત્રણ જીલ્લાને ધરોઇ ડેમનું પાણી નહિ મળે. ધરોઇ ખાતે યુજીવીસીએલનું ચોમાસા પહેલા વાયર રીપેરીંગ સહિતની કામગીરી ચાલુ છે. જેને લઇ ધરોઇ ડેમનું પાણી ફિલ્ટર નહી થવાને કારણે આવતીકાલે ઉત્તર ગુજરાતના ત્રણ જીલ્લાના 385 ગામ 169 પરા વિસ્તાર અને 9 શહેરોને પાણી નહિ મળે તેમ સુત્રોએ
 
આવતીકાલ@ઉ.ગુ.: 300થી વધુ ગામ અને 9 શહેરોમાં પાણી કાપનો નિર્ણય

અટલ સમાચાર, મહેસાણા

કોરોનાના કહેર વચ્ચે હવે આવતીકાલથી ઉત્તર ગુજરાતના ત્રણ જીલ્લાને ધરોઇ ડેમનું પાણી નહિ મળે. ધરોઇ ખાતે યુજીવીસીએલનું ચોમાસા પહેલા વાયર રીપેરીંગ સહિતની કામગીરી ચાલુ છે. જેને લઇ ધરોઇ ડેમનું પાણી ફિલ્ટર નહી થવાને કારણે આવતીકાલે ઉત્તર ગુજરાતના ત્રણ જીલ્લાના 385 ગામ 169 પરા વિસ્તાર અને 9 શહેરોને પાણી નહિ મળે તેમ સુત્રોએ જણાવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જીલ્લામાં આવતીકાલથી ધરોઇ ડેમનું પાણી મળશે નથી. આવતીકાલે ધરોઇમાં યુજીવીસીએલની વીજ રીપેરીંગની કામગીરી ચાલુ હોવાથી પાણી નહિ આપવાનો નિર્ણય કરાયો છે. જેમાં મહેસાણા, પાટણ, પાલનપુર સહીતના 572 ગામો અને 9 શહેરોને એક દિવસ પાણી નહિ મળે. જોકે બીજા દિવસથી કામગીરી પુર્ણ થયે રાબેતા મુજબ પાણી છોડવામાં આવશે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આવતીકાલે ધરોઇમાં વીજ કામગીરી કરવાની હોવાથી ત્રણ જીલ્લાના 385 ગામ 169 પરા વિસ્તાર અને 9 શહેરોને પાણી નહિ મળે. ધરોઇ ડેમનું પાણી ફિલ્ટર ન થવાના કારણે ધરોઇમાંથી પાણી પુરવઠા મેળવતા ત્રણ જીલ્લાના મહેસાણા, પાટણ, પાલનપુર સહીતના 572 ગામો અને 9શહેરોને એક દિવસ પાણી નહિ મળે. જોકે બીજા દિવસથી પાણીનું વિતરણ યથાવત રહેશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.