આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 92.7 બિલિયન ડૉલરની સંપત્તિ સાથે ભારતના 10 સૌથી અમીર અબજપતિઓની ફોર્બ્સની યાદીમાં સૌથી ઉપર છે. મુકેશ અંબાણી સતત 14મા વર્ષેથી ભારતના સૌથી અમીર હસ્તીઓની યાદીમાં શિખર પર રહ્યા છે. ત્યારબાદ અદાણી સમૂહના પ્રમુખ ગૌતમ અદાણી છે તેમની નેથ વર્થ 74.8 બિલિયન ડૉલર છે. સાવિત્રી જિંદાલએ (Savitri Jindal) ટોપ 10ની યાદીમાં 18 બિલિયન નેથ વર્થ સાથે ફરીથી સ્થાન મેળવ્યું છે. ચાર ફાર્મા બિલિયોનેરની સંપત્તિમાં ધોવાણ પણ થયું છે. ભારતના 100 અમીર હસ્તીઓની કુલ સંપત્તિ હવે 775 બિલિયન ડૉલર થઈ ગઈ છે.

ફોર્બ્સના રિપોર્ટ મુજબ, ભારત કોવિડ-19ની બીજી લહેરના કારમા કહેરમાંથી બહાર આવી ગયો છે જેના કારણે રોકાણકારો દુનિયાની છઠ્ઠી સૌથી મોટી ઇકોનોમી પર ફરીથી ભરોસો મૂકી રહ્યા છે. શેર માર્કેટમાં (Stock Market) જોવા મળી રહેલી તેજીની વચ્ચે ભારતના સૌથી ધનાઢ્ય 100 હસ્તીઓની સંયુક્ત સંપત્તિ 775 બિલિયન અમેરિકન ડૉલરે પહોંચી છે. નોંધનીય છે કે, છેલ્લા 12 મહિનામાં ધનાઢ્ય હસ્તીઓની સંપત્તિમાં 50 ટકા એટલે કે 257 બિલિયન ડૉલરનો વધારો નોંધાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગૌતમ અદાણી આ યાદીમાં બીજા સ્થાન પર છે. અદાણીની નેટ વર્થ 74.8 બિલિયન ડૉલર છે. ગૌતમ અદાણી સતત ત્રીજા વર્ષે બીજા સ્થાન પર બરકરાર છે. તેમની સંપત્તિમાં પણ ત્રણ ગણો ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્રીજા સ્થાન પર 31 બિલિયન ડૉલરની નેથ વર્થ સાથે શિવ નાદર છે જેઓ સોફ્ટવેર જાયન્ટ કંપની એચસીએલ ટેક્નોલોજીના ફાઉન્ડર છે. શિવ નાદરની નેટ વર્થમાં 10.6 બિલિયન ડૉલરનો ઉછાળો જોવા મળ્યો છે અને તેમની કુલ નેટ વર્થ 31 બિલિયન ડૉલર થઈ ગઈ છે. ડી-માર્ટ (D Mart) રિટેલ ચેઇનના માલિક રાધાકૃષ્ણ દમાણી ભારતના સૌથી ધનાઢ્ય હસ્તીઓની યાદીમાં ચોથા સ્થાન પર છે. દમાણીની સંપત્તિ 15.4 બિલિયન ડૉલરથી બમણી થઈને 29.4 બિલિયન ડૉલર પર પહોંચી ગઈ છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code