આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર)

સુઈગામ પંથકમાં તીડનો ત્રાસ હજુપણ યથાવત હોવાનું સામે આવ્યું છે. અગાઉ કૃષિમંત્રીએ બે વાર મુલાકાત ગોઠવી સુચનો કર્યા હતા. રવિવારે તીડ સામે ખેડૂતોની સ્થિતિનો તાગ મેળવવા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા. ખેડૂતોને તીડ સામે રાહત નહિ મળે તો અમે ભૂમિકા કરીશું તેવા શબ્દોમાં ચિમકી આપતા મામલો ગરમાયો છે.

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને વાવ તાલુકામાં  તીડનો આતંક ઓછો થતો નથી. રણતીડના બચ્ચાનો ઉપદ્રવ વધી જતાં ખેડૂતો ચિંતાતુર છે. બે વખત કૃષિમંત્રી ફળદુની અસરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત છતાં પરિસ્થિતી ઠેરની ઠેર છે. પ્રશ્ન ગંભીર હોવાને પગલે ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કૃષિમંત્રીના સુચનોની સમીક્ષા કરવા પહોંચ્યા હતા.

ખેડૂતોની હાલત જોઈ ગેનીબેન ઠાકોર લાલઘૂમ બની ગયા હતા. તીડ પ્રભાવિત વિસ્તારમાં નુકશાની સામે ખેડૂતોને વળતર આપવા માંગ કરી હતી. બે ત્રણ દિવસમાં તીડ નિયંત્રણ કરવામાં નહીં આવે તો પાકનુ રક્ષણ અત્યંત મુશ્કેલ બની જશે. તીડ નિયંત્રિત કરવા નિષ્ફળ જશો તો જે બનશે તેની જવાબદારી રાજ્ય સરકારની રહેશે તેમ ઉમેર્યું હતું.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code