વેપારઃ 1લી સપ્ટેમ્બર LPG રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટી રાહત
અટલ સમાચાર, ડેસ્ક
ઓગસ્ટ બાદ સપ્ટેમ્બર મહિનામાં પણ LPG રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટી રાહત મળી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. દિલ્હીમાં 14.2 કિલોગ્રામના સબ્સિડી વગરના સિલિન્ડરનો ભાવ 594 રૂપિયા પર સ્થિર છે. અન્ય શહેરોમાં પણ સિલિનડરના ભાવ સ્થિર છે. જોકે, 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં ઘટાડો આવ્યો છે. IOCની વેબસાઇટ પર આપવામાં આવેલા ભાવ મુજબ, દિલ્હીમાં 19 કિલોગ્રામવાળો સિલિન્ડર 2 રૂપિયા સુધી સસ્તો થઈ ગયો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
નોંધનીય છે કે, આ પહેલા જુલાઈ મહિનામાં 14 કિલોગ્રામવાળા રાંધણ ગેસ સિલેન્ડરનો ભાવ 4 રૂપિયા સુધીનો ભાવ વધી ગયો હતો. જૂનમાં દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળા સબ્સિડી વગરનો સિલિન્ડર 11.50 રૂપિયા મોંઘો થયો હતો. જ્યારે મે મહિનામાં 162.50 રૂપિયા જેટલો સસ્તો થયો હતો. 19 કિલોવાળા LPG રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ 2 રૂપિયા ઘટીને 1133 રૂપિયા પર આવી ગયો છે. કોલકાતામાં 19 કિલોવાળા LPG રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ 1198.50 રૂપિયાથી ઘટીને 1196.50 રુપિયા પર આવી ગયો છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 19 કિલોવાળા LPG રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ 1091 રૂપિયાથી ઘટીને 1089 રૂપિયા પ્રતિ સિલિન્ડર પર આવી ગયો છે. દેશના ચોથા મોટા મહાનગર ચેન્નઇમાં 19 કિલોવાળા LPG રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ 1253 રૂપિયાથી ઘટીને 1250 રૂપિયા પ્રતિ સિલિન્ડર પર આવી ગયો છે.