વેપારઃ SBIનો નવો નિયમ ATMથી પૈસા ઉપાડવા સલામતી માટે વધુ એક સુવિધા

અટલ સમાચાર, ડેસ્ક ATMમાંથી પૈસા અનઅધિકૃત વ્યક્તિઓ ઉપાડી લે છે તેવી ફરિયાદોના કારણે ગ્રાહકોના બેંકએકાઉન્ટ અને બેંકબેલેન્સ સુરક્ષીત અને સલામતી રાખવા માટે સ્ટેટબૅન્ક ઓફ ઈન્ડિયા અમદાવાદ દ્વારા ATM પર થતા અનધિકૃત ટ્રાન્ઝેકશન સંખ્યા ઘટાડવા માટે મહત્વનો નિર્ણય કર્યો છે. સવારના 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી રૂપિયા 10 હજારથી ઉપરની ઉપાડ માટે OTP આધારિત કેશ
 
વેપારઃ SBIનો નવો નિયમ ATMથી પૈસા ઉપાડવા સલામતી માટે વધુ એક સુવિધા

અટલ સમાચાર, ડેસ્ક

ATMમાંથી પૈસા અનઅધિકૃત વ્યક્તિઓ ઉપાડી લે છે તેવી ફરિયાદોના કારણે ગ્રાહકોના બેંકએકાઉન્ટ અને બેંકબેલેન્સ સુરક્ષીત અને સલામતી રાખવા માટે સ્ટેટબૅન્ક ઓફ ઈન્ડિયા અમદાવાદ દ્વારા ATM પર થતા અનધિકૃત ટ્રાન્ઝેકશન સંખ્યા ઘટાડવા માટે મહત્વનો નિર્ણય કર્યો છે. સવારના 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી રૂપિયા 10 હજારથી ઉપરની ઉપાડ માટે OTP આધારિત કેશ ઉપાડની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે.

સ્ટેટબૅન્કઓફ ઈન્ડિયા દ્વારા ATM માંથી રોકડ રકમ ઉપાડવા માટે સલામતી માટે વધુ એક સુવિધા કરવામાં આવી છે. ગ્રાહકોના મોબાઈલ નંબર પર OTP આવશે.વનટાઈમ પાસવર્ડ આપવામાં આવશે. એટલે કે એક OTP એક વખત યુઝ થઈ શકશે. OTP આધારિત કેશ ઉપાડની સિસ્ટમ તમામ સ્ટેટબૅન્કના AMT પર અમલી કરી દેવામાં આવી છે. જોકે સ્ટેટબૅન્ક AMTમાંથી રોકડ ઉપાડવા માટે હાલની પ્રકિયામાં કોઈ મોટા ફેરફારની નથી કરવામાં આવ્યા. મહત્વનુ છે કે સ્ટેટબૅન્કના ગ્રાહકોને રજીસ્ટેશન મોબાઈલ નંબર પર OTP આવશે. અને ત્યાર બાદ કાર્ડધારક એકવાર જે રકમ ઉપાડવા માંગે છે તે કાર્ડ નાખ્યા બાદ ATM સ્ક્રીન પર OTP સ્કીન દર્શાવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાર્ડ ધારકને રોકડ મેળવા માટે ATM સ્કીન પર દર્શાવેલ OTPબૅન્કસાથે રજીસ્ટર કરાવેલ મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP એડ કરવાનો રહેશે ત્યાર બાદ આગળની પ્રકિયા કરીને ATMમાંથી પૈસા ઉપાડી શકાશે. આ સિસ્ટમથી છેતરપીંડી કરતા લોકોથી છુટકારો મળશે.જોકે લોકોમાં પણ જાગૃતિ આવે તે જરૂરી છે કારણ કે મોબાઈલ પર આવતા OTP ક્યારે કોઈ આપવા જોઈએ નહી.