વેપારઃ સપ્ટેમ્બર મહિનાનો સૌથી મોટો ઘટાડો, સેન્સેક્સ 600 પોઇન્ટ તૂટ્યો

અટલ સમાચાર, ડેસ્ક શુક્રવારે બીએસઈનો પ્રમુખ બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો હતો. જ્યારે 50 શેરન પ્રમુખ ઇન્ડેક્સ નિફ્ટીમાં 150 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે ટેક્નોલૉજીના શેર્સમાં થયેલી ઝડપી વેચવાલીને કારણે ગુરુવારે અમેરિકાના શેર બજારમાં મોટો ઘટાડો આવ્યો હતો. ગુરુવારે અમેરિકાનો પ્રમુખ બેન્ચમાર્ક ઇન્ડેક્સ ડાઉ જોન્સ 800 પોઇન્ટ તૂટી ગયો હતો.
 
વેપારઃ સપ્ટેમ્બર મહિનાનો સૌથી મોટો ઘટાડો, સેન્સેક્સ 600 પોઇન્ટ તૂટ્યો

અટલ સમાચાર, ડેસ્ક

શુક્રવારે બીએસઈનો પ્રમુખ બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો હતો. જ્યારે 50 શેરન પ્રમુખ ઇન્ડેક્સ નિફ્ટીમાં 150 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે ટેક્નોલૉજીના શેર્સમાં થયેલી ઝડપી વેચવાલીને કારણે ગુરુવારે અમેરિકાના શેર બજારમાં મોટો ઘટાડો આવ્યો હતો. ગુરુવારે અમેરિકાનો પ્રમુખ બેન્ચમાર્ક ઇન્ડેક્સ ડાઉ જોન્સ 800 પોઇન્ટ તૂટી ગયો હતો. જે 2.78 ટકા ઘટાડા સાથે બંધ થયો હતો. જ્યારે ટેક્નોલૉજી ઇન્ડેક્સ નાસ્ડેકમાં પાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો હોત. જે 598 પોઈન્ટ ઘટીને 11,458 પર બંધ રહ્યો હતો. આની અસર એશિયન માર્કેટ્સ પર પડી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જાપાનનો પ્રમુખ બેન્ચમાર્ક ઇન્કેક્સ નિક્કેઇ 1 ટકા, ચીનનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ શાંઘાઈ 1.5 ટકા અને દક્ષિણ કોરિયાનો ઇન્ડેક્સ કોસ્પી 1.5 ટકા નીચે હતા. જોકે, રોકાણકારોએ ડરવાની જરૂર નથી. કારણ કે એવી પૂરેપેરી આશા છે બજારમાં નીચલા સ્તરથી ખરીદી જોવા મળી શકે છે. બીએસઈના 30 શેરવાળો પ્રમખ ઇન્ડેક્સ સેન્સેક્સ સવારે 11.10 વાગ્યે 460 પોઇન્ટના એટલે કે 1.18 ટકાના ઘટાડા સાથે 38,529ના સ્તર પર હતો. જ્યારે 50 શેરનો નિફ્ટી આશરે 120 પોઇન્ટના ઘટાડા સાથે 11,407ના સ્તર પર હતો. જેમાં પણ એક ટકાનો ઘટાડો નોંધાયો છે.

રોકાણકારોના બે લાખ કરોડ ડૂબી ગયા : આજે સવારે શેર બજાર ખુલતા જ ઘટાડો જોવા મળ્યો હતો. શરુઆતની 10 મિનિટમાં જ બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓના શેરની કિંમત 1,56,86,990.06 કરોડ રૂપિયામાંથી ઘટીને 1,54,74,987.03 કરોડ થઈ ગઈ હતી. અમેરિકન બજારમાં શા માટે ઘટાડો?નિષ્ણાતોએ જણાવ્યું કે માર્ચ મહિનાની અંતિમ અઠવાડિયાથી લઈને S&P 500માં 55 ટકાથી વધારે અને નાસ્ડેક કમ્પોઝિટમાં 70 ટકા સુધીની તેજી જોવા મળી છે. આ દરમિયાન ડાઉ જોન્સમાં પણ 50 ટકાથી વધારેની તેજી જોવા મળી છે. આ ઘટાડા બાદ હવે નિષ્ણાતો માની રહ્યા છે કે હાલ બજારમાં કરેક્શનનો સમય આવી ગયો છે.