વેપારઃ કોરોનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો આટલા પૈસાનો ઘટાડો

અટલ સમાચાર, ડેસ્ક કોરોનામાં મહામારી વચ્ચે દેશભરમાં આ મહિને સતત અનેકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. પેટ્રોલ અને ડીઝલ સસ્તા થવાથી સામાન્ય જનતાને ઘણી રાહત મળી છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભારે ઘટાડો કર્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં આજે પેટ્રોલ 26 પૈસા પ્રતિ લીટર ઘટીને 81.14 રૂપિયા અને ડીઝલ 35 પૈસા ઘટીને 72.02 રૂપિયા
 
વેપારઃ કોરોનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો આટલા પૈસાનો ઘટાડો

અટલ સમાચાર, ડેસ્ક

કોરોનામાં મહામારી વચ્ચે દેશભરમાં આ મહિને સતત અનેકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. પેટ્રોલ અને ડીઝલ સસ્તા થવાથી સામાન્ય જનતાને ઘણી રાહત મળી છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભારે ઘટાડો કર્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં આજે પેટ્રોલ 26 પૈસા પ્રતિ લીટર ઘટીને 81.14 રૂપિયા અને ડીઝલ 35 પૈસા ઘટીને 72.02 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયું છે. બીજી તરફ, ગઈકાલે પેટ્રોલનો ભાવ 15 પૈસા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 19 પૈસા પ્રતિ લીટર ઓછો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કાલે પણ કાચા તેલ (Crude oil)ના ભાવમાં ઘણી તેજી જોવા મળી હતી.

 

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દિલ્હી- પેટ્રોલ 81.14 રૂપિયા અને ડીઝલો 72.02 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ 87.82 રૂપિયા અને ડીઝલો 78.48 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતા- પેટ્રોલ 82.67 રૂપિયા અને ડીઝલો 75.52 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ- પેટ્રોલ 84.21 રૂપિયા અને ડીઝલો 77.40 રૂપિયા પ્રતિ લીટર છે.રોજ સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સસાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ તેનો ભાવ લગભગ બમણો થઈ જાય છે.

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.