વેપાર@દેશઃ 29 જાન્યુઆરીએ પેટ્રોલ-ડીઝલમાં આટલા પૈસાનો ફેરફાર નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક ભારતીય ઓઇલ કંપનીઓએ આજે શુક્રવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. દિલ્હી માં શુક્રવારે પેટ્રોલનો ભાવ 86.30 રૂપિયા પ્રતિ લીટર રહી. પેટ્રોલિયમ કંપનીઓ તરફથી બુધવારે ભાવ વધાર્યા બાદ અનેક શહેરોમાં કિંમત રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. કંપનીઓ તરફથી ભાવ વધારવાના કારણે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ 101 રૂપિયા પ્રતિ
 
વેપાર@દેશઃ 29 જાન્યુઆરીએ પેટ્રોલ-ડીઝલમાં આટલા પૈસાનો ફેરફાર નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય ઓઇલ કંપનીઓએ આજે શુક્રવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. દિલ્હી માં શુક્રવારે પેટ્રોલનો ભાવ 86.30 રૂપિયા પ્રતિ લીટર રહી. પેટ્રોલિયમ કંપનીઓ તરફથી બુધવારે ભાવ વધાર્યા બાદ અનેક શહેરોમાં કિંમત રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. કંપનીઓ તરફથી ભાવ વધારવાના કારણે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ 101 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયો. બીજી તરફ મુંબઈમાં પેટ્રોલનો ભાવ 93 રૂપિયા પ્રતિ લીટરની નજીક પહોંચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.

દિલ્હી- પેટ્રોલ 86.35 રૂપિયા અને ડીઝલ 76.48 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 92.86 રૂપિયા અને ડીઝલ 83.30 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 87.69 રૂપિયા અને ડીઝલ 80.08 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 88.82 રૂપિયા અને ડીઝલ 81.71 રૂપિયા પ્રતિ લીટર છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.