વેપાર@દેશ: સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ, જાણો આજનો લેટેસ્ટ ભાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં સોનાના ભાવમાં આજે ફરી ફેરફાર જોવા મળ્યો છે. સોનું હંમેશાથી જ ભારતીયો માટે એક પ્રિય વિકલ્પ રહ્યું છે. તે માત્ર દાગીના માટે જ નહીં, પરંતુ એક સુરક્ષિત રોકાણ તરીકે પણ ખરીદવામાં આવે છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે આર્થિક અસ્થિરતાના સમયમાં સોનાનું આકર્ષણ વધી જાય છે, કારણ કે તેને લાંબા ગાળે સ્થિર વળતર આપતું રોકાણ માનવામાં આવે છે.
આજે ભારતમાં સોનાના ભાવમાં વિવિધ કેરેટ મુજબ ફેરફાર જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂ10,238 છે, જ્યારે 8 ગ્રામ માટે રૂ81,904 અને 10 ગ્રામ માટે રૂ1,02,380 છે. આ જ રીતે, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂ9,386 છે, જે 8 ગ્રામ માટે રૂ75,088 અને 10 ગ્રામ માટે રૂ93,860 થાય છે. અંતે, 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂ7,680 નોંધાયો છે, જે 8 ગ્રામ માટે રૂ61,440 અને 10 ગ્રામ માટે રૂ76,800 છે. આ ભાવ સોનાના રોકાણકારો અને ગ્રાહકો માટે મહત્વપૂર્ણ માહિતી છે.
મુંબઈમાં 24 કેરેટ માટે રૂ99,930 અને 22 કેરેટ માટે રૂ91,600 છે. દિલ્હીમાં રૂ1,00,080 અને 22 કેરેટ માટે રૂ91,750 પર છે. જયપુરમાં સોનાનો ભાવ 24 કેરેટ માટે રૂ1,00,080 અને 22 કેરેટ માટે રૂ91,750 છે. લખનૌમાં સોનાનો ભાવ 24 કેરેટ માટે રૂ1,00,080 અને 22 કેરેટ માટે રૂ91,750 છે.કોલકાતામાં 24 કેરેટ સોના માટે રૂ99,930 અને 22 કેરેટ માટે રૂ91,600 છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ1,02,380 અને 22 કેરેટ માટે રૂ 93850 છે.