વેપાર@દેશ: સોના-ચાંદીના ભાવમાં ફરી તેજી, સોનામાં રૂ.700 તો ચાંદીમાં રૂ.3,453નો ઉછાળો

 
Gold
સોના ચાંદીના ભાવ છેલ્લા બે મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બે દિવસના ઘટાડા બાદ આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. MCX પર સોનું લગભગ રૂ.700 વધ્યું છે, અને ચાંદી રૂ.3,453ના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહી છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનું $4,546 પ્રતિ ઔંસ અને ચાંદી $67ને પાર કરી ગઈ છે. યુએસ ટ્રેઝરી દ્વારા બોન્ડ બાયબેક વધારવાના નિર્ણય બાદ બોન્ડ યીલ્ડ અને ડૉલરમાં ઘટાડો થવાથી સોનાને મજબૂત ટેકો મળ્યો છે.છેલ્લા બે દિવસની નરમાઈ બાદ આજે સોના-ચાંદીના ભાવમાં જોરદાર તેજી આવી છે.

MCX પર સવારે 9 વાગ્યે ગોલ્ડ રૂ.700 ઉછળીને રૂ.1,58,703 પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું હતું. ચાંદીનો રેટ રૂ.3,453 પ્રતિ કિલોગ્રામ વધીને રૂ.2,40,240 પર ટ્રેડ થઈ રહ્યો છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ 0.04% વધીને $4,546 પ્રતિ ઔંસ થયો હતો, જ્યારે ચાંદી 2% ચડીને $67ને પાર પહોંચી ગઈ છે. ભારતમાં 20 ઓગસ્ટે સર્રાફા બજારમાં સોનાના ભાવ ઉછળ્યા છે.

24 કેરેટ સોનું ₹430 વધીને ₹15,927 પ્રતિ ગ્રામ થયું.18 કેરેટ સોનાનો ભાવ  11,946 પ્રતિ ગ્રામ છે.22 કેરેટ 10 ગ્રામનો ભાવ ₹1,68,426ની નજીક પહોંચી ગયો છે.આજે દેશભરમાં ચાંદીની કિંમતોમાં પણ જોરદાર તેજી જોવા મળી રહી છે.10 ગ્રામ ચાંદી ₹2,942 અને 1 કિલોગ્રામ ચાંદીના ભાવ ₹10,000 વધીને ₹2.55 લાખ થઈ ગયો છે.