વેપાર@દેશ: સોના ચાંદીના ભાવે બનાવ્યો નવો રેકોર્ડ, જાણો આજના તાજા ભાવ

 
વેપાર
ચાંદીની કિંમતોમાં લગભગ ૨૦૦૦ રૂપિયાથી વધુનો વધારો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. જ્યાં વિદેશી બજારોમાં સોનું 4000 ડોલર તરફ ભાગી રહ્યું છે. વળી બીજી તરફ ચાંદીની કિંમતો ૫૦ ડોલર પ્રતિ ઔંસ તરફ દોટ લગાવી રહી છે. જેના કારણે દેશના વાયદા બજારમાં સોનું અને ચાંદી બંને રેકોર્ડ લેવલ પર આવી ગયા છે.બંને બજાર ખુલ્યાની થોડી જ મિનિટોમાં નવા રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા. દેશના વાયદા બજારમાં જ્યાં સોનાની કિંમતોમાં 1,350 રૂપિયાથી વધુની તેજી જોવા મળી. વળી બીજી તરફ ચાંદીની કિંમતોમાં લગભગ 2000 રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો.

સોનાની કિંમતોમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. સોનાની કિંમત 1377 રૂપિયાની તેજી સાથે ₹1,19,490 પર કારોબાર કરી રહ્યું છે. જ્યારે કારોબારી સત્ર દરમિયાન સોનાની કિંમત 1398 રૂપિયાના વધારા સાથે ₹1,19,511 પર રેકોર્ડ લેવલ પર પહોંચી ગયું. જોકે સોનાના ભાવ ₹1,18,900 પર ખુલ્યા હતા. ઓક્ટોબરના મહિનામાં સોનાની કિંમતમાં લગભગ બે ટકા એટલે કે 2246 રૂપિયાનો વધારો જોવા મળી ચૂક્યો છે.ચાંદીના ભાવ 1680 રૂપિયાની તેજી સાથે ₹1,47,424 પર કારબાર કરી રહ્યા છે. જ્યારે કારોબારી સત્ર દરમિયાન ચાંદીના ભાવ 1956 રૂપિયાની તેજી સાથે ₹1,47,700 પ્રતિ કિલોગ્રામ સાથે રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા. જો ઓક્ટોબરની વાત કરીએ તો ચાંદીની કિંમતમાં 3.90 ટકા એટલે કે ૫,૫૫૫ રૂપિયાનો વધારો જોવા મળી ચૂક્યો છે.