વેપાર@દેશ: સોના-ચાંદીના ભાવ આજે સ્થિર, જાણો આજના ભાવ

 
ગોલ્ડ
ચાંદીના ભાવમાં પણ કોઈ ફેરફાર થયો નથી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે મંગળવારે દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 86,600 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 79,300 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. ડૉલરની મજબૂતીના કારણે થોડા દિવસોથી સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. મહેતા ઇક્વિટીઝના રાહુલ કલંત્રીના જણાવ્યા અનુસાર, યુએસ પ્રમુખે મેક્સિકો અને કેનેડા પર નવા ટેરિફ લાદ્યા બાદ ડોલર મજબૂત થયો હતો, જેના કારણે સોનાની માંગમાં ઘટાડો થયો હતો. ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો મુલતવી રાખશે તેવી અટકળોને કારણે સોનાના બજાર પર દબાણ વધ્યું છે.

વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને રોકાણકારોની સાવચેતીના કારણે સોનાના ભાવ નબળા રહ્યા છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 79,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. દિલ્હીમાં 24 કેરેટ સોનું 86,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર યથાવત છે. મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 79,390 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 86,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 86,660 રુપિયા છે જ્યારે 22 કેરેટ સોનું 79,440 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચાંદીની કિંમત 96,900 રૂપિયા પ્રતિ કિલો છે. ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાતા રહે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ.