વેપાર@દેશ: આ અઠવાડિયામાં સોના-ચાંદીના ભાવમાં ભડકો, સોનું રૂ.2,000 અને ચાંદી રૂ.6,000થી વધુ મોંઘી થઈ

 
ગોલ્ડ
ઉછાળાનું મુખ્ય કારણ વૈશ્વિક તણાવ અને અમેરિકા-ઈરાન વચ્ચે વધેલું યુદ્ધ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ અઠવાડિયા દરમિયાન સોનાના ભાવમાં રૂ.2,000થી વધુ અને ચાંદીના ભાવમાં રૂ.6,000થી વધુનો વધારો નોંધાયો છે. ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતાનો માહોલ હોવાથી સ્થાનિક બજારમાં પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. આ અઠવાડિયે સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

24 કેરેટ સોનાનો ભાવ રૂ.2622ના વધારા સાથે પ્રતિ 10 ગ્રામ રૂ.1,43,781 થઈ ગયો છે, જે પહેલા રૂ.1,41,159 હતો. તેમજ 22 કેરેટ સોનાનો ભાવ વધીને રૂ.1,31,703 થયો છે, જે અગાઉ રૂ.1,29,302 હતો. જ્યારે 18 કેરેટ સોનું રૂ.1,05,869થી વધીને રૂ.1,07,836 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયું છે. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ચમકારો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ રૂ.6974 વધીને રૂ.2,22,721 પ્રતિ કિલો થઈ ગયો છે, જે પહેલા રૂ.2,15,474 પ્રતિ કિલો હતો. આ અઠવાડિયે ચાંદીનો સૌથી ઊંચો ભાવ 22 જુલાઈના રોજ રૂ.2,26,238 પ્રતિ કિલો રહ્યો હતો, જ્યારે સૌથી નીચો ભાવ 24 જુલાઈના રૂ.2,19,556 પ્રતિ કિલો નોંધાયો હતો.