વેપાર@દેશ: આજે સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, ચાંદીમાં 10,000નો જંગી વધારો

 
દેશ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અખાત્રીજનો દિવસ સોનાની ખરીદી માટે શુભ અવસર માનવામાં આવે છે. આ શુભ મુહૂર્ત પૂર્વે જ ઝવેરી બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ.10,000નો જંગી વધારો ઝીંકાયો છે, જ્યારે સોનું પણ રૂ.800થી વધુ મોંઘું થયું છે.પ્રતિ 10 ગ્રામના ભાવમાં રૂ.810નો વધારો થતા તે રૂ.1,55,578 પર ટ્રેડ કરી રહ્યું છે.ઘરેણાં બનાવવા માટે વપરાતા આ સોનાના ભાવમાં રૂ.750નો વધારો થયો છે હવે રૂ.1,42,800 પર પહોંચ્યું છે.તેમાં રૂ.610નો વધારો નોંધાતા વર્તમાન ભાવ રૂ.1,16,840 થયો છે.

ચાંદીમાં 10,000નો ઉછાળો આવતા તે પ્રતિ કિલોગ્રામ 2,75,000 પર પહોંચી ગઈ છે.અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,42,850 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર રૂ.1,55,830 પ્રતિ 10 ગ્રામ છે.સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ રૂ.1,42,850 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર રૂ.1,55,830 પ્રતિ 10 ગ્રામ છે.વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ રૂ.1,42,850 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર રૂ.1,55,830 પ્રતિ 10 ગ્રામ છે.દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ રૂ.1,42,950 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹1,55,930 પ્રતિ 10 ગ્રામ છે.