વેપાર@દેશ: સોનું રૂ.1700 થી વધુ સસ્તું થયું, ચાંદીમાં પણ મોટો કડાકો

 
ગોલ્ડ
ચાંદીના ભાવમાં 3.35% નો મોટો કડાકો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે ૯ જુલાઈના રોજ સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે, જે સામાન્ય ગ્રાહકો અને લગ્નની ખરીદી કરનારાઓ માટે મોટી રાહત સમાન છે.ભારતના બુલિયન માર્કેટમાં શુદ્ધ ૨૪ કેરેટ સોનાનો ભાવ ૧.૧૮ ટકા જેટલો ઘટીને ૧,૪૩,૮૯૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર આવી ગયો છે, જે ગઈકાલે ૧,૪૫,૬૦૦ રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. એટલે કે સીધો ૧,૭૧૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. દાગીના બનાવવા માટે સૌથી વધુ વપરાતા ૨૨ કેરેટ સોનાનો ભાવ ૧,૫૭૪ રૂપિયા ઘટીને ૧,૩૧,૮૦৩ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થઈ ગયો છે, જે ગઈકાલે ૧,૩૩,૩0 રૂપિયા હતો. આ ઉપરાંત, ૧૮ કેરેટ સોનાના ભાવમાં પણ ૧,૨૮૮ રૂપિયાનો ઘટાડો થતાં તે આજે ૧,૦૭,૯૧૭.૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર વેચાઈ રહ્યું છે.

દેશના વિવિધ મહાનગરોમાં ૨૪ કેરેટ અને ૨૨ કેરેટ સોનાના ભાવોની સરખામણી કરીએ તો તેમાં આંશિક તફાવત જોવા મળે છે. દિલ્હીમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ ૧,૪૩,૬૫૦ રૂપિયા અને ૨૨ કેરેટનો ભાવ ૧,૩૧,૬૮૦ રૂપિયા છે. મુંબઈ, બેંગલુરુ અને ગુજરાતના અમદાવાદ શહેરમાં ભાવ બિલકુલ સમાન છે, જ્યાં ૨૪ કેરેટ સોનું ૧,૪૪,૦૯૦ રૂપિયા અને ૨૨ કેરેટ સોનું ૧,૩૧,૯ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના ભાવે ઉપલબ્ધ છે. કોલકાતા અને હૈદરાબાદમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ અનુક્રમે ૧,૪,૦૯૦ રૂપિયા અને ૧,૪૪,૧૫૦ રૂપિયા છે, જ્યારે બંને શહેરોમાં ૨૨ કેરેટનો ભાવ સરખો એટલે કે ૧,૩૨,૦૦૦ રૂપિયા છે. ચેન્નાઈમાં સોનું દેશમાં સૌથી મોંઘું છે, જ્યાં ૨૪ કેરેટનો ભાવ ૧,૪૪,૪૫૦ રૂપિયા અને ૨૨ કેરેટનો ભાવ ૧,૩૨,૩૫૦ રૂપિયા પર પહોંચ્યો છે.

વૈશ્વિક સ્તરે ચાંદી પ્રતિ ટ્રોય ઔંસ ૫૮.૬૯ ડોલર પર સામાન્ય મજબૂતી સાથે કારોબાર કરી રહી છે. પરંતુ ભારતીય બજારોમાં ચાંદીના ભાવમાં ગઈકાલની સરખામણીમાં ૩.૩૫ ટકાનો મોટો કડાકો બોલાઈ ગયો છે. આ ઘટાડા સાથે ભારતમાં ચાંદીની કિંમત ૨.૨૯ લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. અગાઉ પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે ચાંદી પોતાના ઓલ-ટાઇમ હાઈ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી, પરંતુ હવે તેમાં નફો બુક થવાના કારણે કિંમતો નીચે આવી રહી છે.