વેપાર@દેશ: સોનું રૂ.1000 તૂટયું, ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક, જાણો આજનો ભાવ

 
ગોલ્ડ
અમદાવાદ ચાંદીના ભાવ ગબડી કિલોના રૂ.2,38,000 છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે સોના-ચાંદીના ભાવમાં તેજીને બ્રેક લાગી હતી તથા ભાવ ઉંચી ટોચ પરથી ઝડપી ગબડતા જોવા મળ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ 10 ગ્રામના રૂ.1000 તૂટયા હતા જ્યારે ચાંદીના ભાવ કિલોના રૂ.8000 ગબડતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના 4410થી 4425 ડોલરથી ઘટી નીચામાં ભાવ 4400થી 4408  ડોલર રહ્યા હતા.  વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી જોવા મળી હતી. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના 78.78 થી ૭૮.૭૯ ડોલરવાળા નીચામાં ભાવ 74.02 થઈ 74.02થી 74.08 ડોલર રહ્યા હતા. 

અમદાવાદમાં સોનાના ભાવ ગબડી 10 ગ્રામના ભાવ ૯૯૫ના રૂ.140200 તથા 999ના ભાવ રૂ.140500 બોલાઈ ગયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ગબડી કિલોના રૂ.238000 બોલાઈ ગયા હતા. મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર 995ના રૂ.106128 વાળા તૂટી રૂ.134901 થઈ રૂ.135229 રહ્યા હતા. જ્યારે 999ના ભાવ રૂ.136675 વાળા નીચામાં ભાવ 135443 થઈ રૂ.135773 રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.248000 વાળા રૂ.235775 થઈ રૂ.235826  રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી 3 ટકા ઉંચા રહ્યા હતા.