વેપાર@દેશ: સોનું 1,65,000 નજીક, ચાંદીમાં કડાકો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વાયદા બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં પરસ્પર વિરુદ્ધ વલણ જોવા મળ્યું છે. કોમોડિટી એક્સચેન્જ પર ગોલ્ડ વાયદામાં તેજી નોંધાઈ છે, જ્યારે તાજેતરમાં અઢી લાખ રૂપિયાની સપાટી નજીક પહોંચેલી ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી છે.સોનાના વાયદા બજારમાં આજે તેજીનો માહોલ રહ્યો હતો. આગલા ટ્રેડિંગ સેશનમાં સોનું રૂ.1,62,438.00 ના મથાળે બંધ થયું હતું, જેની સામે આજે બજાર ખુલતાની સાથે જ તે રૂ.1,62,052.00 પર ઓપન થયું હતું. દિવસ દરમિયાન લેવાલી નીકળતા સોનાનો ભાવ રૂ.1,63,590.00 ની ઊંચી સપાટી સુધી પહોંચ્યો હતો અને હાલમાં તે રૂ.862.00ના ઉછાળા સાથે રૂ.1,63,300.00 ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યું છે.
ચાંદીના વાયદા બજારમાં પ્રોફિટ બુકિંગના કારણે કડાકો બોલી ગયો છે. ચાંદી ગઈકાલે રૂ.2,46,597.00 ના મથાળે બંધ થઈ હતી, જે આજે ઘટાડા સાથે રૂ.2,45,597.00 ના ભાવ પર ઓપન થઈ હતી. બજારમાં મંદીનું વાતાવરણ રહેતા ચાંદી રૂ.2,44,815.00 ની નીચલી સપાટી સુધી ગગડી હતી અને હાલમાં રૂ.796.00 (-0.32%) ના ઘટાડા સાથે રૂ.2,45,801.00 ના સ્તરે કારોબાર કરી રહી છે.

