વેપાર@દેશ: આજે સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ

 
Vepar
ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રુ.1,39,900 છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે 25 સપ્ટેમ્બરના રોજ, સોનાની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.ગઈકાલની સરખામણીમાં આજે સોનું પ્રતિ 10 ગ્રામ રુ.600 જેટલું સસ્તું થયું છે. જે તહેવારોના માહોલમાં ખરીદદારોને રાહત આપી શકે છે. દેશના મુખ્ય શહેરોમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુ.1,15,510 અને 22 કેરેટ સોનાનો ભાવ રુ.1,05,890 રહ્યો છે. મુંબઈ અને કોલકાતા જેવા આર્થિક કેન્દ્રોમાં પણ સોનાનો ભાવ અનુક્રમે રુ.1,15,360 (24 કેરેટ) અને રુ.1,05,740 (22 કેરેટ) રહ્યો છે. આ ઘટાડો માત્ર સોના પૂરતો સીમિત નથી, ચાંદીની કિંમતમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.

આજે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રુ.1,39,900 છે. જે ગઈકાલ કરતાં લગભગ રુ.100 ઓછો છે. સોનાની કિંમતો મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય પરિબળો પર આધાર રાખે છે. હાલમાં સોનું તેના સર્વોચ્ચ સ્તરની નજીક છે. નિષ્ણાતો માને છે કે વર્ષના અંત સુધીમાં અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. વ્યાજદર ઘટવાથી ડોલર અને બોન્ડ નબળા પડશે, જેના કારણે રોકાણકારો સુરક્ષિત વિકલ્પ તરીકે સોના અને ચાંદી તરફ વળશે.