વેપાર@દેશ: સોનાના ભાવમાં જોવા મળી ઉથલપાથલ, ચાંદીમાં ભાવમાં ઘટાડો

 
ગોલ્ડ

સોનાનો ભાવ 75 હજારની નજીક પહોંચ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોનાના ભાવમાં પાછી ઉથલપાથલ જોવા મળી રહી છે. બજેટ પછી જે ભાવ પછડાયા ત્યારબાદ ફરી ભાવમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. સોનાની કિંમતોમાં આવનારા દિવસોમાં ભારે ઉછાળો આવવાની સંભાવના છે. એક્સપર્ટનું માનીએ તો સોનાના ભાવ દિવાળી સુધીમાં આસમાને પહોંચી જશે.ગઈકાલે સપ્તાહના બીજા દિવસે સોનાના ભાવમાં વધારો આવ્યો હતો. 17 સપ્ટેમ્બર 2024ના દેશમાં 24 કેરેટ સોનાના રેટ 75,000 રૂપિયાની નજીક કારોબાર કરી રહ્યા હતો. 

ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે સોનાના ભાવમાં તેજી રહી છે. સોનાનો ભાવ 73,250 રૂપિયાની નજીક છે જ્યારે ચાંદીનો ભાવ 88,700 રૂપિયાની નજીર કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના વાયદા ભાવમાં તેજી. જ્યારે ચાંદીના વાયદા ભાવમાં નરમાશ જોવા મળી રહી છે.વાયદા બજારમાં ઉલ્ટુ જોવા મળ્યું, જ્યાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો. આજે વાયદા બજાર (MCX) પર સોનું 131 રૂપિયા ચડીને 73,225 રૂપિયાની આસપાસ જોવા મળ્યું. જે કાલે 73,094 રૂપિયા પર ક્લોઝ થયું હતું.

જ્યારે ચાંદી 363 રૂપિયાની તેજી સાથે 88,777 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 89,140 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. રાજકોટ અને અમદાવાદમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે રાજકોટમાં સોનાનો ભાવ 74 હજાર 890 રૂપિયા છે. જ્યારે ચાંદીનો ભાવ 88 હજાર 680 રૂપિયા નોંધાયો છે. અમદાવાદમાં આજે 74 હજાર 890 રૂપિયા સોનાનો ભાવ નોંધાયો છે. જ્યારે ચાંદીનો ભાવ 92 હજાર રૂપિયા નોંધાયો છે.