વેપાર@દેશ: સોનાના ભાવમાં રૂ.830નો તીવ્ર ઉછાળો, ચાંદી પણ રૂ.2,28,000ની પાર

 
ગોલ્ડ
સોનું રૂ.1,49,620 પર પહોંચ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં થઈ રહેલી હલચલ અને સ્થાનિક માંગને કારણે વાયદા બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદી બંનેમાં ગ્રીન નિશાન સાથે મોટો વધારો નોંધાયો છે. આગલા કારોબારી દિવસે ચાંદી રૂ.2,25,836 પર બંધ થઈ હતી. આજે માર્કેટ ખુલતાની સાથે જ તે રૂ.2,27,993 ના ભાવે ઓપન થઈ હતી.આજે ચાંદી ઉપરમાં રૂ.2,28,386 ની હાઈ સપાટી અને નીચામાં રૂ.2,27,481 ની લો સપાટી સ્પર્શી ચૂકી છે. હાલ ચાંદી રૂ.2,28,257 પર ટ્રેડ થઈ રહી છે, જે આગલા બંધ ભાવ કરતાં સીધો રૂ.2,421 (+1.07%) નો જંગી વધારો દર્શાવે છે.

બીજી તરફ, સોનાના ઓક્ટોબર વાયદા (05-Oct-26) માં પણ જોરદાર તેજી જોવા મળી છે. સોનું અગાઉના સેશનમાં રૂ.1,48,858 પર બંધ થયું હતું. આજે સવારે બજાર ખુલતાંની સાથે જ સોનું રૂ.1,49,355 પર ઓપન થયું હતું.દિવસ દરમિયાન સોનાએ રૂ.1,49,688 નો હાઈ અને રૂ.1,49,164 નો લો રેકોર્ડ કર્યો છે. હાલ સમાચાર લખાય છે ત્યારે સોનું રૂ.1,49,620 પર કારોબાર કરી રહ્યું છે, જેમાં આગલા બંધ ભાવની સરખામણીએ રૂ.762 (+0.51%) નો વધારો નોંધાયો છે.