વેપાર@દેશ: આજે સોનાના ભાવમાં આંશિક ઘટાડો, જાણો શું છે 24 કેરેટ સોનાનો ભાવ

24 કેરેટ સોનાનો ભાવ ₹86,650 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે સોનાના ભાવમાં વધારો થયો હતો. 24 કેરેટ સોનાનો દર ₹270.0 વધીને ₹8669.3 પ્રતિ ગ્રામ પર બંધ થયો હતો. 22 કેરેટ સોનાનો દર ₹250.0 વધીને ₹7948.3 પ્રતિ ગ્રામ છે. ત્યારે આજે પણ સોનાના ભાવમાં આંશિક ઘટાડો થયો છે. આજે સોનાના ભાવમાં આશિંક ઘટાડો નોંધાયો છે ત્યારે આજનો 24 કેરેટ સોનાનો ભાવ ₹86,650 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે.
દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹79,440 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹86,650 પ્રતિ 10 ગ્રામ છે. આ સિવાય કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹79,290 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹86,500 પ્રતિ 10 ગ્રામ છે. તેમજ મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹79,290 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹86,500 પ્રતિ 10 ગ્રામ છે. અમદાવાદ, સુરત, વડોદરા, અને રાજકોટમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ ₹79,340 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹86,550 પ્રતિ 10 ગ્રામ છે.દિલ્હીમાં આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે ચાંદી હવે 1 લાખની નજીક પહોંચી ગઈ છે ત્યારે આજે ચાંદીના ભાવની વાત કરીએ તો પ્રતિ કીલો ₹99,500 છે