વેપાર@દેશઃ 4 ફેબ્રુઆરીએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં આટલા પૈસાનો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં
 
વેપાર@દેશઃ 4 ફેબ્રુઆરીએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં આટલા પૈસાનો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક

વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવે સામાન્ય જનતાની મુશ્કેલીઓ વધારી દીધી છે. સરકારી ઓઇલ કંપનીઓએ ફરી એક વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. જો છેલ્લા એક વર્ષની ગણતરી કરવામાં આવે તો પેટ્રોલ 13.55 રૂપિયા મોંઘું થયું છે. 2 ફેબ્રુઆરી 2020ના રોજ રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 73.10 રૂપિયા હતો અને એક લીટર ડીઝલનો ભાવ 66.14 રૂપિયા હતો. બીજી તરફ આજના ભાવ જોઈએ તો દિલ્હીમાં પેટ્રોલ 86.65 રૂપિયા પ્રતિ લીટર (Petrol Price Today) અને ડીઝલનો ભાવ 76.83 રૂપિયા લીટર છે. સતત થઈ રહેલા ભાવ વધારાથી પેટ્રોલ-ડીઝલની કિંમત રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વૃદ્ધિના કારણે મોંઘવારી પણ વધી છે. જેની સીધી અસર સામાન્ય જનતાના ખીસ્સા પર પડે છે.

દિલ્હી- પેટ્રોલ 86.65 રૂપિયા અને ડીઝલ 76.83 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 93.20 રૂપિયા અને ડીઝલ 83.73 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 88.01 રૂપિયા અને ડીઝલ 80.41 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 89.13 રૂપિયા અને ડીઝલ 82.04 રૂપિયા પ્રતિ લીટર છે.