વેપાર@દેશ: આજે સસ્તું થયું સોનું, જાણો 22 અને 24 કેરેટ સોનાનો ભાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોના અને ચાંદીના ભાવમાં ઘટાડા પછી, ફરી એક વાર ઝડપી ઉથલપાથલ જોવા મળી છે. ત્યારે આજે દેશમાં સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. તો ચાલો જાણીએ તમારા શહેરમાં આજે 22 અને 24 કેરેટ સોનું કેટલા ભાવે વેચાય રહ્યું છે. આજે 27 મેના રોજ દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 10 ગ્રામનો ભાવ 97,770 રુપિયા થયો છે. તેમજ 22 કેરેટ સોનાનો ભાવ 89,640 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે.
આજે 24 કેરેટ સોનાના ભાવમાં ગઈકાલની સરખામણીએ 290નો ઘટાડો નોંધાયો છે જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં 250 રુપિયા ઓછા થયા છે. મુંબઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ, અને ચેન્નાઈ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનું 97,630 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચ્યું છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 89,480પર છે.આ સાથે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તે 10ગ્રામ સોનું 97,680 રુપિયા પર છે તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ 89,540 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.આજે 27 મેના રોજ ચાંદીના ભાવમાં વધારો થયો છે આજે 1 કિલો ચાંદીનો ભાવ 1,00,100 રુપિયા પર પહોંચી ગયો છે.