વેપારઃ 13 તારીખે જાણો પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર, ફટાફટ ચેક કરો તમારા શહેરનો ભાવ

અટલ સમાચાર, ડેસ્ક પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવમાં આજે થોડી રાહત મળી છે. રાહત એ સંદર્ભમાં કે આજે ભાવમાં વધારો નથી થયો. સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમત મંગળવારની જ રાખી છે. દેશની રાજધાની નવી દિલ્હી માં આજે પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 104.44 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 93.18 રૂપિયા પ્રતિ લીટર છે. રવિવારે પેટ્રોલની
 
વેપારઃ 13 તારીખે જાણો પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર, ફટાફટ ચેક કરો તમારા શહેરનો ભાવ

અટલ સમાચાર, ડેસ્ક

પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવમાં આજે થોડી રાહત મળી છે. રાહત એ સંદર્ભમાં કે આજે ભાવમાં વધારો નથી થયો. સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમત મંગળવારની જ રાખી છે. દેશની રાજધાની નવી દિલ્હી માં આજે પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 104.44 રૂપિયા જ્યારે ડીઝલની કિંમત 93.18 રૂપિયા પ્રતિ લીટર છે. રવિવારે પેટ્રોલની કિંમતમાં 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 35 પૈસા પ્રતિ લીટર વધારો કરાયો હતો.

આ મહિને લગભગ દરરોજ પેટ્રોલ-ડીઝલની કિંમત વધી છે. ઓક્ટોબરની શરૂઆતના 10 દિવસમાં જ પેટ્રોલની કિંમતમાં 2.80 રૂપિયા અને ડીઝલની કિંમત 3.30 રૂપિયા પ્રતિ લીટર વધી ગયા છે. દિલ્હી પેટ્રોલ 104.44 રૂપિયા અને ડીઝલ 93.17 રૂપિયા પ્રતિ લીટર, મુંબઈ પેટ્રોલ 110.41 રૂપિયા અને ડીઝલ 101.03 રૂપિયા પ્રતિ લીટર, ચેન્નાઈ પેટ્રોલ 101.79 રૂપિયા અને ડીઝલ 97.56 રૂપિયા પ્રતિ લીટર, કોલકાતા પેટ્રોલ 105.05 રૂપિયા અને ડીઝલ 96.24 રૂપિયા પ્રતિ લીટર.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ

>> અમદાવાદ – પેટ્રોલ 101.20 રૂપિયા અને ડીઝલ 100.41 રૂપિયા પ્રતિ લીટર
>> સુરત – પેટ્રોલ 100.76 રૂપિયા અને ડીઝલ 99.91 રૂપિયા પ્રતિ લીટર
>> રાજકોટ – પેટ્રોલ 100.66 રૂપિયા અને ડીઝલ 99.81 રૂપિયા પ્રતિ લીટર
>> વડોદરા – પેટ્રોલ 100.55 રૂપિયા અને ડીઝલ 99.68 રૂપિયા પ્રતિ લીટર

આ રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ગયું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધારે છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં પણ પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ગયું છે.

તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.