વેપારઃ સરકારી બેંકોમાંથી પ્રાઈવેટ થશે દેશની આ 3 મોટી બેંકો

અટલ સમાચાર, ડેસ્ક ભારત સરકાર પોતાના અડધાથી વધારે પબ્લિક સેક્ટર બેંકોને પ્રાઈવેટ કરવાની યોજના બનાવી રહી છે. યોજના એ છે કે તેમની સંખ્યામાં ઘટાડીને 5 પર કરી દેવામાં આવશે. જોઈ હવે આ માટે શું છે નવી નીતી. જે તે બેંકના ગ્રાહકોનું શુ થશે. નીતિ આયોગે સરકારને સલાહ આપી છે કે તે પબ્લિક સેક્ટરના 3 બેંકોના
 
વેપારઃ સરકારી બેંકોમાંથી પ્રાઈવેટ થશે દેશની આ 3 મોટી બેંકો

અટલ સમાચાર, ડેસ્ક

ભારત સરકાર પોતાના અડધાથી વધારે પબ્લિક સેક્ટર બેંકોને પ્રાઈવેટ કરવાની યોજના બનાવી રહી છે. યોજના એ છે કે તેમની સંખ્યામાં ઘટાડીને 5 પર કરી દેવામાં આવશે. જોઈ હવે આ માટે શું છે નવી નીતી. જે તે બેંકના ગ્રાહકોનું શુ થશે. નીતિ આયોગે સરકારને સલાહ આપી છે કે તે પબ્લિક સેક્ટરના 3 બેંકોના ખાનગીકરણ કરી દેશે. આ બેંક છે પંજાબ એન્ડ સિંઘ બેંક, યૂકો બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રા. આ સલાહમાં તમામ ગ્રામીણ બેંકોને મર્જર કરવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે એનબીએફલસીને વધારે છુટ આપવાની વાત કરવામાં આવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારત સરકાર પોતાના અડધાથી વધારે બેંકોના પ્રાઈવેટાઈજેશનની યોજના બનાવી રહી છે. યોજના હેઠળ સંખ્યા ઘટીને 5 થઈ જશે. આની શરુઆત બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, ઓવરસીજ બેંક, યુકો બેંક, બેંક ઓફ મહારાષ્ટ્રા અને પંજાબ એન્ડ સિંઘ બેંક પોતાના શેર વેચી શકે છે. જેને લઈને પીએમએ બેંક અને એનબીએફસીના પ્રમુખો સાથે બેઠક કરી હતી. તમામ બેંકિંગ સેક્ટરને ફરી પાટે ચઢાવવા માટે ચર્ચા કરી હતી.

ત્યારે સૌથી માટો સવાલ એ છે કે બેંકના પ્રાઈવેટીકરણથી ગ્રાહકોનું શુ થશે. આના પર એસકોર્ટ સિક્યોરીટી રિસર્ચ હેડ આસિફ ઈકબાલ જણાવે છે કે આ નિર્ણયથી ગ્રાહકોને કોઈ ખાસ ફરક નહીં પડે. કેમ કે આ બેંકોની સેવા પહેલા જેવી બરકરાર રહેશે.