વેપારઃ કોરોનાના કારણે, સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ 50 હજારે પહોંચ્યો

અટલ સમાચાર, ડેસ્ક સોનાના ભાવ સતત રેકોર્ડ સ્તરને સ્પર્શી રહ્યા છે. ગત 26 જૂને 10 ગ્રામ સોનાનો ભાવ 48,589 રૂપિયાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો હતો. કોરોના વાયરસ મહામારીના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને લઈને વધતી અનિશ્ચિતતાની વચ્ચે સોનાના ભાવમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા એક વર્ષમાં ગોલ્ડ મ્યૂચ્યૂઅલ ફંડ્સ ને પણ 40.39 ટકાનું
 
વેપારઃ કોરોનાના કારણે, સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ 50 હજારે પહોંચ્યો

અટલ સમાચાર, ડેસ્ક

સોનાના ભાવ સતત રેકોર્ડ સ્તરને સ્પર્શી રહ્યા છે. ગત 26 જૂને 10 ગ્રામ સોનાનો ભાવ 48,589 રૂપિયાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો હતો. કોરોના વાયરસ મહામારીના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને લઈને વધતી અનિશ્ચિતતાની વચ્ચે સોનાના ભાવમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા એક વર્ષમાં ગોલ્ડ મ્યૂચ્યૂઅલ ફંડ્સ ને પણ 40.39 ટકાનું રેકોર્ડ રિટર્ન આપ્યું છે. અન્ય અસેટ ક્લાસ તથા કેટેગરીની તુલનામાં આ ઘણું વધારે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ મામલા સાથે જોડાયેલા એક એક્સપર્ટનું કહેવું છે કે IMFએ વૈશ્વિક ગ્રોથનું અનુમાન ઘટાડી દીધું છે અને કહ્યું છે કે હાલની મહામારીથી દુનિયાભરની અર્થવ્યવસ્થાઓની હાલત ખૂબ ખરાબ તથા ચિંતાજનક હશે. IMFના અનુમાન મુજબ, 2020માં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 4.9 ટકાનો ઘટાડો આવશે. આજ કારણ છે કે સોનાના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે.

એક અન્ય એક્સપર્ટનું કહેવું છે કે ભલે વૈશ્વિક અનિશ્ચિતતાઓના કારણે ગોલ્ડમાં રેકોર્ડ તેજી જોવા મળી રહી છે, પરંતુ ગોલ્ડનો ટ્રેક રેકોર્ડ જોઈએ તો હજુ પણ રોકાણ કરવાનો એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. એક દશકમાં ગોલ્ડ પર મળનારા રિટર્નને જોતાં જાણવા મળે છે કે તેમાં રોકાણ કરવું જોઈએ. દુનિયાભરમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસની વચ્ચે રોકડની જરૂરિયાતોને પૂરી કરવા માટે રોકાણ ગોલ્ડ સહિત અન્ય અસેટ ક્લાસને વચેવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિક બજારમાં સોનાનો ભાવ 47,950 રૂપિયાથી લઈને 48,300ની નજીક પણ રહી શકે છે.