વેપારઃ સોનાના ભાવમાં તેજીનો સિલસિલો યથાવત, 8 દિવસમાં 5500 વધ્યા

અટલ સમાચાર, ડેસ્ક સોનાની કિંમતોમાં ગુરુવારે સતત 8મી વાર વ્યવસાયિક સત્રમાં ઉછાળો જોવા મળ્યો. શરૂઆતમાં એમસીએક્સ પર ઓગસ્ટ ડિલિવરી વાળા સોનાના ભાવ વધીને 53,429 પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. 8 દિવસોમાં સોના ભાવ લગભગ 5,500 પ્રતિ 10 ગ્રામ સુધી વધી ગયા છે. જો કે એમસીએક્સ પર ચાંદી વાયદામાં ઘટાડો આવ્યા છે.
 
વેપારઃ સોનાના ભાવમાં તેજીનો સિલસિલો યથાવત, 8 દિવસમાં 5500 વધ્યા

અટલ સમાચાર, ડેસ્ક

સોનાની કિંમતોમાં ગુરુવારે સતત 8મી વાર વ્યવસાયિક સત્રમાં ઉછાળો જોવા મળ્યો. શરૂઆતમાં એમસીએક્સ પર ઓગસ્ટ ડિલિવરી વાળા સોનાના ભાવ વધીને 53,429 પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. 8 દિવસોમાં સોના ભાવ લગભગ 5,500 પ્રતિ 10 ગ્રામ સુધી વધી ગયા છે. જો કે એમસીએક્સ પર ચાંદી વાયદામાં ઘટાડો આવ્યા છે. આ દરમિયાન કિંમતો પડીને 65,212 પ્રતિ કિલોગ્રામ પર આવી ગઇ છે. આ દરમિયાન ભાવ પડીને 65,212 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બુધવારે દિલ્હી સરાફા બજારમાં 99.9 ટકા શુદ્ધ સોનાના ભાવ 53,087 રૂપિયા પ્રતિ દસ ગ્રામથી વધીને 53,797 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો હતો. આ દરમિયાન કિંમતમાં 710 રૂપિયા પ્રતિ દસ ગ્રામની જોરદાર તેજી જોવા મળી હતી. મુંબઇમાં 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાના ભાવ 52760.00 રૂપિયા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે દુનિયાભરમાં સોનામાં રોકાણની માંગ અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તર પર પહોંચી ગઇ છે. પણ હાલ સોનાના સિક્કા, મૂર્તિઓ, ઝ્વેલરીની ડિમાન્ડમાં ઘટાડો આવ્યો છે.

કેડિયા કમોડિટીની તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોને શૂન્યની આસપાસ સ્થિર રાખવા અને અર્થવ્યવસ્થાને પટરી પર લાવવાની તમામ ઉપાય કરવાની જાહેરાતથી સોનાને સપોર્ટ મળ્યો છે. આ સાથે જ નબળો ડોલર, ઓછું વ્યાજ દર અને દેશભરમાં વધી રહેલા કોરોના વાયરસના કેસમાં સોનામાં રોકાણને સુરક્ષિણ રોકાણ તરીકે જોવામાં આવી રહ્યું છે.

કેડિયા કમોડિટીના એમડી અજય કેડિયાનું કહેવું છે કે રાહત પેકેજની આશાના કારણે વિશ્લેષકોએ સોના પર તેજી બનાવી રાખશે. નિવેશ બેંક ગોલ્ડમેનન સેક્સને આવતા વર્ષ માટે સોનાના ભાવ 2,300 ડૉલર પ્રતિ ગ્રામ સુધી જવાનું અનુમાન લગાવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે ટેક્નિકલ ચાર્ટમાં સોનાની કિંમતોમાં તેજી રહેવાની સંભાવના હાલ બની રહેશે. ટૂંકી અવધિમાં આંતરાષ્ટ્રીટ સ્તર પર સોનું 2054.00 ડૉલર પ્રતિ ગ્રામ સુધી પહોંચી શકે છે.