વેપારઃ સોનાની કિંમતમાં આવ્યો ધરખમ ઘટાડો, આટલું સસ્તું થયું

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટની વચ્ચે રોકાણકારોએ સોનામાં સેફ ઇન્વેસ્ટમેન્ટ માની ખરીદી શરૂ કરી છે. સોમવારે રેકોર્ડ તેજી પછી મંગળવારે સોનાની કિંમતમાં ઘટાડો થયો હતો. મીડિયા રિપોર્ટ મુજબ MCX પર સોનાની કિંમત 1000 રૂપિયે પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે. અને નવી કિંમત 46 હજારની આસપાસ થઇ છે. સોનાની નવી કિંમત મંગળવારે MCX પર સોનાની
 
વેપારઃ સોનાની કિંમતમાં આવ્યો ધરખમ ઘટાડો, આટલું સસ્તું થયું

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટની વચ્ચે રોકાણકારોએ સોનામાં સેફ ઇન્વેસ્ટમેન્ટ માની ખરીદી શરૂ કરી છે. સોમવારે રેકોર્ડ તેજી પછી મંગળવારે સોનાની કિંમતમાં ઘટાડો થયો હતો. મીડિયા રિપોર્ટ મુજબ MCX પર સોનાની કિંમત  1000 રૂપિયે પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે. અને નવી કિંમત 46 હજારની આસપાસ થઇ છે. સોનાની નવી કિંમત મંગળવારે MCX પર સોનાની કિંમત 47,980 થી પડીને પ્રતિ દસ ગ્રામ હવે 46,853 રૂપિયા થઇ છે. એક્સપર્ટનું કહેવું છે કે કોરોનાના કારણે ગ્લોબલ અર્થવ્યવસ્થાન મંદીમાં સપડાયેલી છે. વળી અમેરિકા અને ચીન વચ્ચે ફરી વ્યાપારિક તણાવ વધ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ માટે રોકાણકારો ફરીથી સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે સોનાની ખરીદી કરી રહ્યા છે. માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે ગોલ્ડમાં ઉછાળો રહી શકે છે. જલ્દી જ તે 50,000 રૂપિયાને પાર જઇ શકે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની રિપોર્ટ મુજબ દેશમાં લગભગ 22-25 હજાર ટન સોનું ઘરમાં પડ્યું છે. જેનો વર્તમાનમાં આર્થિક રીતે કોઇ ઉપયોગ નથી થઇ રહ્યો.

ગ્રામીણ ભારતમાં તે 65 ટકા ભાગ ધરાવે છે. આજે લોકડાઉન 4માં ઢીલ આપ્યા પછી સોનાની દુકાનો ખોલવામાં આવી છે. વળી આવનારા દિવસોમાં ઝ્વેલર્સને પણ આ અંગે ગાઇડલાઇન્સ ફોલો કરી દુકાનો ખોલી શકશે.