વેપારઃ 13 જાન્યુઆરીએ સોના-ચાંદીના ભાવમાં આટલા રૂપિયાનો ફેરફાર નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક આંતરાષ્ટ્રીય બાજરમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. અમેરિકામાં સોનાના વેપારમાં 1.61 ડૉલરની તેજી સાથે 1829.99 ડૉલર પ્રતિ ઔસના ભાવ પર વેપાર જોવા મળ્યો છે. જ્યારે ચાંદીમાં 0.11 ડૉલરની હળવી તેજી જોવા મળી છે. સોમવારે સોનાના ભાવમાં કડાકો જોવા મળ્યો છે. મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ પર આજે ફેબ્રુઆરી વાયદાના ભાવમાં ઘટાડો જોવા
 
વેપારઃ 13 જાન્યુઆરીએ સોના-ચાંદીના ભાવમાં આટલા રૂપિયાનો ફેરફાર નોંધાયો

 અટલ સમાચાર, ડેસ્ક

આંતરાષ્ટ્રીય બાજરમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. અમેરિકામાં સોનાના વેપારમાં 1.61 ડૉલરની તેજી સાથે 1829.99 ડૉલર પ્રતિ ઔસના ભાવ પર વેપાર જોવા મળ્યો છે. જ્યારે ચાંદીમાં 0.11 ડૉલરની હળવી તેજી જોવા મળી છે. સોમવારે સોનાના ભાવમાં કડાકો જોવા મળ્યો છે. મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ પર આજે ફેબ્રુઆરી વાયદાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ખુલતી બજારે ફરી સોનાના ભાવમાં કડાકો બોલતા ખરીદી કરવાનો સારો મોકો જોવામાં આવી રહ્યો છે.

સોમવારે ફેબ્રુઆરી સોના વાયદાનો ભાવ ખુલતી બજારે  જ 40 રૂપિયા પ્રતિ ગ્રામના કડાકા સાથે 48,685 રૂપિયાના ભાવ સાથે વેપાર કરતો જોવા મળ્યો હતો. જ્યારે ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. ચાંદીમાં માર્ચ વાયદામાં 260.00 રૂપિયાની તેજી 65,024 રૂપિયાના ભાવ પર વેપાર કરતું જોવા મળ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વર્ષ 2021માં પણ સોનાના ભાવમાં તેજી રહેવાનો અંદાજ છે. આ વર્ષે સોનાનો ભાવ 60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને પાર કરી શકે છે. જ્યારે રોકાણની દૃષ્ટીએ તમે પ્રતિ 10 ગ્રામ 50,000 રૂપિયાના ભાવે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો.એક્સપર્ટનો મત છે કે વર્ષ 2020માં કોરોના વાયરસના કારણે આર્થિક સંકટના લીધે સોનામાં રોકાણ કરવામાં આવ્યું આઅને તેની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો હતો જોકે, કોરોના વેક્સિન આવી જવાના કારણે આર્થિક ગતિવિધિઓ તેજ થઈ જતા સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે.