વેપારઃ દિવાળી-નવરાત્રી પહેલા સોના-ચાંદીના ભાવમાં બોલાયો ઘટાડો

અટલ સમાચાર, ડેસ્ક
લોકો ધનતેરસના દિવસે સોનું ખરીદવું શુભ માને છે ત્યારે આ તહેવારો પહેલા સોના-ચાંદીના ભાવમાં કડાકા બોલાયા છે. આમ લોકોમાં એક પ્રકારે સોના-ચાંદીના ભાવને લઈને હાસકારો અનુભવાય છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં બંને કિંમતી ધાતુઓના ભાવમાં આવેલા ઘટાડાની અસર સ્થાનિક બજારોમાં પડી રહી છે. જેના પગલે અમદાવાદ બુલિયન માર્કેટમાં પણ સોના-ચાંદીના ભાવમાં કડાકો બોલાયો હતો.
અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે બુધવારે સતત બીજા દિવસે ચાંદીના ભાવમાં કડાકો બોલાયો હતો. બે દિવસમાં ચાંદીમાં 2000 રૂપિયાનો કડાકો બોલાયો હતો. આજે બુધવારે એક કિલો ચાંદીના ભાવાં 1000 રૂપિયાનો ઘટાડો થતાં ચાંદી ચોરસા 61,000 અને ચાંદી રૂપું 60,800 રૂપિયાના ભાવે બંધ રહી હતી. જો કે, મંગળવારે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઘટાડો થતાં એક કિલો ચાંદી ચોરસા 62,000 અને ચાંદી રૂપું 61,800 રૂપિયાની સપાટીએ પહોંચી હતી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
અમદાવાદમાં આજે બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,100 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. જો કે, મંગળવારે 10 ગ્રામ સોનામાં 100 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,600 રૂપિયાના ભાવે પહોંચી ગયું છે. આ ઉપરાંત 10 ગ્રામ હોલમાર્ક દાગીનામં 490 રૂપિયાનો ઘટાડો થતાં અમદાવાદમાં હોલમાર્ક દાગીના 51255 રૂપિયાના સ્તરે રહ્યાં હતા.
નિષ્ણાંતોનું માનવું છે કે 10 ગ્રામ સોનાના ભાવ આવનારા સમયમાં પડીને 50,000 રૂપિયા સુધી નીચે જઇ શકે છે. દિવાળી ઉપર પણ સોનું 50,000-52,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં રહી શકે છે. નિષ્ણાતોએ એમ પણ કહ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં સોનાના ભાવમાં થયેલા ઘટાડાનું મુખ્ય કારણ છેલ્લા બે મહિનામાં ડૉલર સામે રૂપિયામાં થયેલ વધારો છે. હાલમાં રૂપિયો 73થી 74ની રેન્જમાં છે. કોરોના સંકટના શરૂઆતના દિવસોમાં તે 78 ની સપાટીએ પહોંચી ગયો હતો. રૂપિયામાં મજબૂત વળતરને કારણે સોનાના ભાવ પણ નીચે આવી ગયા છે. જો ડૉલર રૂપિયા સામે પાછો મજબૂત થશે, તો લાંબા ગાળે, પીળી ધાતુના ભાવ વધુ ઝડપથી વધશે.