વેપારઃ સોના-ચાંદીમા આજે પણ આટલા રૂપિયાનો ઘટાડો નોંધાયો, જાણો આજની કિંમત

અટલ સમાચાર, ડેસ્ક MCX પર સવારે 10:05 વાગ્યે સોનું 0.17 ટકા એટલે કે 76 રૂપિયાના ઘટાડા સાથે 45,980 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. ગોલ્ડ ફ્યૂચર 46 હજારથી પણ નીચે ટ્રેડ થઈ રહ્યું છે. તો બીજી તરફ ચાંદીમાંના પણ નરમાઈ જોવા મળી રહી છે. સિલ્વર ફ્યૂચર 0.34 ટકા એટલે કે 207 રૂપિયા
 
વેપારઃ સોના-ચાંદીમા આજે પણ આટલા રૂપિયાનો ઘટાડો નોંધાયો, જાણો આજની કિંમત

અટલ સમાચાર, ડેસ્ક

MCX પર સવારે 10:05 વાગ્યે સોનું 0.17 ટકા એટલે કે 76 રૂપિયાના ઘટાડા સાથે 45,980 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. ગોલ્ડ ફ્યૂચર 46 હજારથી પણ નીચે ટ્રેડ થઈ રહ્યું છે. તો બીજી તરફ ચાંદીમાંના પણ નરમાઈ જોવા મળી રહી છે. સિલ્વર ફ્યૂચર 0.34 ટકા એટલે કે 207 રૂપિયા ઘટીને 60,582 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગોલ્ડ તેના ઓગસ્ટ 2020ના ઓલટાઇમ હાઇ ભાવ 56,200 પ્રતિ 10 ગ્રામથી 10,200 રૂપિયા જેટલું નીચે ટ્રેડ થઈ રહ્યું છે. MCX પર સોનું 46000ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે તેથી સસ્તું સોનું ખરીદવાની આ સુવર્ણ તક છે. સોના-ચાંદીની કિંમતોમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ગોલ્ડમાં ઘટાડાનું જ વલણ જોવા મળી રહ્યું છે જેના કારણે છેલ્લા એક મહિનામાં ગોલ્ડ 1200 રૂપિયા જેટલું સસ્તું થયું છે. નોંધનીય છે કે, ગુરૂવારે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો થયો હતો.

શુક્રવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત 47,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત (Surat 24 Carat Gold Price) 47,600 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત 47,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 60,600 રૂપિયા છે.સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.