આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

દેશની મોટી આઈટી કંપની ઇન્ફોસિસના મેનેજમેન્ટ સમક્ષ લાગેલા ગંભીર આરોપ બાદ મંગળવારે સવારે 11 વાગ્યા સુધી કંપનીનો શેર 15 ટકા તૂટી ગયો હતો. જેનાથી થોડી જ મિનિટોમાં રોકાણકારોએ 45 હજાર કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે રોકાણકારોએ ડરવાની જરૂરી નથી. જો કોઈ પાસે પહેલાથી ખરીદેલા શેર હોય તો તેને વેચવા ન જોઈએ.

ઇન્ફોસિસને લઈને વ્હિસલબ્લોઅર્સે કંપનીના બોર્ડને આ મામલે એક પત્ર 20 સપ્ટેમ્બરના રોજ લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ પોતાનો વેપાર અને નફો વધારવા માટે અનૈતિક પગલાં લીધા છે. કંપનીના વર્તમાન સીઈઓ સલિલ પારેખ પણ આમાં સામેલ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સલિલ પારેખ મોટી ડીલમાં માર્જિનને વધારીને બતાવવા માટે દબાણ કરે છે, આ ઉપરાંત વેપાર અને નફાના ખોટા અનુમાન બતાવવાનું કહે છે.

આવો જ એક પત્ર 27મી સપ્ટેમ્બરના રોજ અમેરિકન શેરબજારની નિયમન કરતા યૂએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડને મોકલવામાં આવ્યો છે. હકીકતમાં ઇન્ફોસિસના એડીઆર (અમેરિકન ડિપોઝિટરી રિસિપ્ટ) ન્યૂયોર્ક એક્સચેન્જ પર લિસ્ટ છે. સોમવારે ADR 12 ટકાથી વધારે તૂટી ગયો હતો આ માટે જ મંગળવારે ઇન્ફોસિસનો શેર 15 ટકા તૂટી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code