વેપારઃ આવનાર તહેવારોમાં આજે સોના-ચાંદીના નવા ભાવ જાણો

અટલ સમાચાર, ડેસ્ક રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે સોનાની કિંમતમાં 268 રૂપિયા અને ચાંદીની કિંમતમાં 1623 રૂપિયાની તેજી જોવા મળી છે. છેલ્લા બે કારોબારી સત્રથી ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાની કિંમત પર દબાણ જોવા મળી રહ્યું છે. ડિસેમ્બર ડિલિવરીવાળુ સોનું 1870 ડોલર પ્રતિ આઉંસના સ્તરે ઘટી ગયું હતું. જોકે, અમદાવાદમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. અટલ સમાચાર આપના
 
વેપારઃ આવનાર તહેવારોમાં આજે સોના-ચાંદીના નવા ભાવ જાણો

અટલ સમાચાર, ડેસ્ક

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે સોનાની કિંમતમાં 268 રૂપિયા અને ચાંદીની કિંમતમાં 1623 રૂપિયાની તેજી જોવા મળી છે. છેલ્લા બે કારોબારી સત્રથી ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાની કિંમત પર દબાણ જોવા મળી રહ્યું છે. ડિસેમ્બર ડિલિવરીવાળુ સોનું 1870 ડોલર પ્રતિ આઉંસના સ્તરે ઘટી ગયું હતું. જોકે, અમદાવાદમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે શુક્રવારે એક કિલો ચાંદી ચોરસા 61,500 અને ચાંદી રૂપું 61,300 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. આ ઉપરાંત આજે શુક્રવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,300 રૂપિયાના ભાવે પહોંચી ગયું છે. સોનું 50,812 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયું. ગુરૂવારે આ 50,544ના સ્તર પર બંધ થયું હતું. ચાંદી 1623 રૂપિયાની તેજી સાથે 60,700 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર પહોંચી ગઈ છે. ગુરૂવારે આ 59,077 પ્રતિ કિલોગ્રામના સ્તર પરપ બંધ થઈ હતી. આ જાણકારી એચડીએફસી સિક્યોરિટીએ આપી છે.

તહેવાર પર સોનું ખરીદવાનું શુભ માનવામાં આવે છે. ખાસ કરીને દિવાળી અને ધનતેરસ પર સોનાની ખુબ ખરીદી કરવામાં આવે છે. સર્રાફા બજારમાં હાલના દિવસમાં સોનાના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. બુધવારે સોનાનો ભાવ 54 રૂપિયા ઘટીને 50,989 રૂપિયા પર બંધ થયું. આ દિવાળીએ જો તમે સોનું ખરીદવાનું મન બનાવી રહ્યા હોવ તો, તમારે પહેલા તેના વિશે જાણકારી લેવી જરૂરી છે.