આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં કોરોના વાયરસના મામલે વધતી ચિંતાથી ભારતીય શૅર બજારમાં ભારે ઘટાડો નોંધાયો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 1,450 પૉઇન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 326 પૉઇન્ટનો ઘટાડો નોંધાયો છે. કોરોના સંકટ વધવાના કારણે ગુરુવારના કારોબારમાં US માર્કેટ 3 ટકા વધુ ઘટીને બંધ થયા. કાલે DOWમાં 970 પૉઇન્ટનો ભારે ઘટાડો જોવા મળ્યો. S&P 500 અને Nasdaq પણ 3 ટકાથી વધુ ઘટ્યો છે. કોરોના સંકટ વધવાથી US માર્કેટ દબાણમાં જોવા મળી રહ્યા છે. USમાં 10 વર્ષનો બૉન્ડ યીલ્ડ રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ ગ્લોબલ સંકેતોની વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત આજે ભારે ઘટાડા સાથે થઈ છે. મિડ અને સ્મોલકેપ શૅરોમાં પણ ભારે વેચાવલી જોવા મળી રહી છે. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ 1.89 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.07 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. તેલ-ગેસ શૅરોમાં પણ આજ ઘટાડો જોવા મળી રહ્યો છે. બીએસઈનો ઑઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 3.2 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

ખાનગી ક્ષેત્રની યસ બેંક એક સમયે રોકાણકારોને પસંદનો શૅર હતો. પરંતુ રિઝર્વ બેંક તરફથી ફસાયેલી લોન (એનપીએ)નો ખુલાસો દરેક ક્વાર્ટરના નવા નિયમથી યસ બેંકની મુશ્કેલી ધીમે-ધીમે વધવા લાગી. રિઝર્વ બેંકે ગુરુવારે બેંકનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું. ત્યારબાદ આજે શુક્રવારે તેના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. શેર બજાર ખુલવાની થોડીક જ મિનિટોમાં જ લગભગ 25 ટકા ઘટીને 27.60 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે.

રૂપિયાની શરૂઆત આજે ભારે ઘટાડા સાથે થઈ છે. ડૉલરની સામે રૂપિયો આજે 62 પૈસાના ઘટાડા સાથે 73.94ના સ્તરે ખુલ્યો છે. બીજી તરફ, કાલના કારોબારી દિવસે ડૉલરની સામે રૂપિયો 10 પૈસા ઘટીને 73.32ના સ્તરે પહોંચીને બંધ થયો હતો. આ દરમિયાન MCX પર સોનું રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયું છે. MCX પર સોનું 44,500ને પાર પહોંચી ગયું છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code