વેપારઃ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે ફરીથી વધારો નોંધાયો, જાણો આજનો ભાવ

અટલ સમાચાર, ડેસ્ક વર્ષની શરૂઆતથી સરકારી ઓઇલ કંપનીઓ દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો કરી રહી છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારાની સીધી અસર લોકોના ખિસ્સા પર પડી રહી છે. આજેઓઇલ કંપનીઓ તરફથી પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર કરી દેવામાં આવી છે. આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. આ સાથે જ અમદાવાદમાં એક લિટર પેટ્રોલની કિંમત
 
વેપારઃ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે ફરીથી વધારો નોંધાયો, જાણો આજનો ભાવ

અટલ સમાચાર, ડેસ્ક

વર્ષની શરૂઆતથી સરકારી ઓઇલ કંપનીઓ દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો કરી રહી છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારાની સીધી અસર લોકોના ખિસ્સા પર પડી રહી છે. આજેઓઇલ કંપનીઓ તરફથી પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર કરી દેવામાં આવી છે. આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. આ સાથે જ અમદાવાદમાં એક લિટર પેટ્રોલની કિંમત 98.94 રૂપિયા થઈ છે. જ્યારે ડીઝલની કિંમત 97.47 રૂપિયા છે. પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર 24 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ સાથે જ દેશના અનેક શહેરમાં પેટ્રોલની કિંમત હવે 110 રૂપિયાને પાર થઈ ગઈ છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલમાં 25 પૈસા જ્યારે ડીઝલમાં 30 પૈસા પ્રતિ લીટર વધારો કર્યો છે. આંકડા જોઈએ તો સૌથી મોંઘુ પેટ્રોલ મધ્ય પ્રદેશના સિવની (113.28 રૂપિયા પ્રતિ લીટર) અને રાજસ્થાનના શ્રીગંગાનગરમાં (113.01 રૂપિયા પ્રતિ લીટર) વેચાઇ રહ્યું છે.

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

ગુજરાતના ચાર શહેરોમાં ઈંધણના ભાવ

>> અમદાવાદ – પેટ્રોલ 98.94 રૂપિયા અને ડીઝલ 97.35 રૂપિયા પ્રતિ લીટર
>> સુરત – પેટ્રોલ 98.79 રૂપિયા અને ડીઝલ 95.76 રૂપિયા પ્રતિ લીટર
>> રાજકોટ – પેટ્રોલ 98.64 રૂપિયા અને ડીઝલ 97.20 રૂપિયા પ્રતિ લીટર
>> વડોદરા – પેટ્રોલ 98.48 રૂપિયા અને ડીઝલ 97.01 રૂપિયા પ્રતિ લીટર