વેપારઃ નવા વર્ષેમાં ફરવાનો પ્લાન, ફક્ત 899માં કરો એર ટ્રાવેલ

અટલ સમાચાર, ડેસ્ક જૂનું વર્ષ પૂરું થઈ રહ્યું છે અને નવું વર્ષ આવવાનું છે. એવામાં જો તમે પણ નવા વર્ષની રજાઓ મનાવવા ક્યાંક ફરવાનું મન બનાવી રહ્યા છો તો તમે સસ્તામાં એર ટ્રાવેલનો આનંદ મેળવી શકો છો. એરલાઇન્સ કંપની ઇન્ડિગો ટ્રાવેલ માટે ફક્ત 899 રૂપિયામાં ટિકિટ વેંચવાની શરૂઆત કરી રહી છે. આ સેલ ત્રણ દિવસો
 
વેપારઃ નવા વર્ષેમાં ફરવાનો પ્લાન, ફક્ત 899માં કરો એર ટ્રાવેલ

અટલ સમાચાર, ડેસ્ક

જૂનું વર્ષ પૂરું થઈ રહ્યું છે અને નવું વર્ષ આવવાનું છે. એવામાં જો તમે પણ નવા વર્ષની રજાઓ મનાવવા ક્યાંક ફરવાનું મન બનાવી રહ્યા છો તો તમે સસ્તામાં એર ટ્રાવેલનો આનંદ મેળવી શકો છો. એરલાઇન્સ કંપની ઇન્ડિગો ટ્રાવેલ માટે ફક્ત 899 રૂપિયામાં ટિકિટ વેંચવાની શરૂઆત કરી રહી છે. આ સેલ ત્રણ દિવસો માટે છે. જે 26 ડિસેમ્બરના રાતે 11.59 વાગ્યા સુધી ચાલશે. જે ગ્રાહક ટિકિટ બુક કરાવવા માગે છે તે ઇન્ડિગોની ઑફિશિયલ વેબસાઇટ કે ઇન્ડિગોના મોબાઇલ એપ દ્વારા 23 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી ટિકિટ બુક કરી શકો છો. આ ઑફર હેઠળ 15 જાન્યુઆરી 2020થી લઈને 15 એપ્રિલ 2020 સુધી પ્રવાસ કરી શકે છે.

IndiGoની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, ડોમેસ્ટિક ટ્રાવેલ માટેની ટિકિટની વેંચાણ 899 રૂપિયાથી શરૂ થાય છે જ્યારે આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર ટિકિટની કિંમત 2999 રૂપિયાથી શરૂ થાય છે. જો તમે ઇન્ડિગો વેબસાઇટ અને મોબાઇલ એપ દ્વારા ટિકિટ બુક કરાવો છો તો તમને કન્વીનિયંસ ચાર્જ નહીં આપવો પડે.

એરલાઇન્સ પ્રમાણે, દિલ્હીથી અમદાવાદનું ભાડું 1999 રૂપિયા છે. તો દિલ્હીથી અમૃતસર 2099 રૂપિયા છે. દિલ્હીથી બાગડોગરાનું ભાડું 3299 રૂપિયા છે. દિલ્હીથી બેંગલુરુનું ભાડું 3199 રૂપિયા છે. દિલ્હીથી ભોપાળનું ભાડું 1899 રૂપિયા છે. જ્યારે, દિલ્હીથી ભુવનેશ્વરનું ભાડું 2899 રૂપિયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

આ ઑફર 23 ડિસેમ્બર 2019 સવારે 6 વાગ્યાથી 26 ડિસેમ્બર 2019ના રાતે 11.59 વાગ્યા સુધી છે. આ ઑફર 15 જાન્યુઆરી 2020થી લઈને 15 એપ્રિલ 2020 સુધીની ફ્લાઇટ માટે માન્ય છે. આ સ્કીમમાં ઝીરો કન્વીનિયંસ ફી છે. જો તમે ઇન્ડિગોની વેબસાઇટ અને ઇંડિગોની મોબાઇલ એપ દ્વારા ટિકિટ બુક કરો છો તો તમને કન્વીનિયંસ ચાર્જેસ નહીં આપવા પડે.