વેપારઃ ચાંદીમાં રૂ. 4000નો તોતિંગ ઘટાડો, સોનામાં પણ આટલા ઓછા થયા

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે અમેરિકન ડોલરમાં આવેલી મજબૂતીના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો છે. આજ કારણે ઘરેલુ બજારોમાં સોનાના ભાવ 672 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર નીચે આવી ગયા છે. તો દિલ્હી સર્રાફા બજારમાં એક કિલોગ્રામ ચાંદીની કિંમતમાં 5781 રૂપિયા ઘટાડો નોંધાયો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
વેપારઃ ચાંદીમાં રૂ. 4000નો તોતિંગ ઘટાડો, સોનામાં પણ આટલા ઓછા થયા

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટ વચ્ચે અમેરિકન ડોલરમાં આવેલી મજબૂતીના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો છે. આજ કારણે ઘરેલુ બજારોમાં સોનાના ભાવ 672 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર નીચે આવી ગયા છે. તો દિલ્હી સર્રાફા બજારમાં એક કિલોગ્રામ ચાંદીની કિંમતમાં 5781 રૂપિયા ઘટાડો નોંધાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે મંગળવારે એક કિલો ચાંદીના ભાવમાં 4000 રૂપિયાનો ઘટાડો થતાં એક કિલો ચાંદી ચોરસા 60,000 અને ચાંદી રૂપું 59,800 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. સોમવારે 1 કિલો ચાંદી ચોરસાનો ભાવ 64,000એ બંધ રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદી (રૂપુ) ચોરસો 63,800ના ભાવે બંધ રહ્યું હતું.

આ ઉપરાંત આજે મંગળવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,300 રૂપિયાના ભાવે રહ્યું હતું. આજે મંગળવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાની કિંમતમાં 672 રૂપિયા ઘટાડો નોંધાતા આજે 51,328 રૂપિયા(10 ગ્રામ) કિંમત રહી હતી. જો ચાંદીની વાત કરીએ તો, 5781 રૂપિયાના ઘટાડા સાથે 61,606 રૂપિયાની સપાટીએ કિંમત પહોંચી ગઈ છે. એચડીએફસી સિક્યુરિટીઝમાં વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટિઝ) તપન પટેલે કહ્યું કે, દિલ્હી સર્રાફા બજારમાં 24 કેરેટ સોનાના ભાવ 672 રૂપિયા તૂટ્યા. આ આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવાલીના વલણને દર્શાવી રહ્યા છે.

વેપારઃ ચાંદીમાં રૂ. 4000નો તોતિંગ ઘટાડો, સોનામાં પણ આટલા ઓછા થયા
જાહેરાત