વેપારઃ SBIના ગ્રાહકોને ઝટકો, બચત ખાતાના વ્યાજ દરમાં કર્યો ઘટાડો

અટલ સમાચાર, ડેસ્ક દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે દ્વારા લેવાયેલા એક નિર્ણયના કારણે બેંકના કરોડો ગ્રાહકોને ફટકો લાગ્યો છે. બેંકે તાજેતરમાં જ આપેલા એક નિવેદમાં જણાવાયું છે કે બેંક દ્વારા બચત ખાતાના વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એસબીઆઈ દ્વારા નવા વ્યાજદરો માં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણયની અસર બેંકના 40
 
વેપારઃ SBIના ગ્રાહકોને ઝટકો, બચત ખાતાના વ્યાજ દરમાં કર્યો ઘટાડો

અટલ સમાચાર, ડેસ્ક

દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે દ્વારા લેવાયેલા એક નિર્ણયના કારણે બેંકના કરોડો ગ્રાહકોને ફટકો લાગ્યો છે. બેંકે તાજેતરમાં જ આપેલા એક નિવેદમાં જણાવાયું છે કે બેંક દ્વારા બચત ખાતાના વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એસબીઆઈ દ્વારા નવા વ્યાજદરો માં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણયની અસર બેંકના 40 કરોડ ગ્રાહકો પર પડશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારતીય સ્ટેટ બેંકે તમામ બચત ખાતાના વ્યાજદરોને તર્કસંગત કરતા ફ્લેટ 3 ટકા કરી દીધા છે. અગાઉ એક લાખ રૂપિયાથી ઓછી રકમના બચત ખાતા પર વાર્ષિક 3.25 ટકા વ્યાજ મળતું હતું જ્યારે એક લાખથી વધુ રકમ પર 3 ટકા વ્યાજ મળતું હતું. ઉલ્લેખીય છે કે બેંક દ્વારા ગત અઠવાડિયા ફિકસ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. બેંકે 45 દિવસની શોર્ટ ટર્મ એફડી પર વ્યાજ દરમાં 0.50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ અસર 10મી માર્ચથી લાગુ થશે. નવા દરો મુજબ 7-45 ટકાની એફડી પર 4 ટકા વ્યાજ મળશે જે અગાઉ 4.50 ટકા મળતું હતું. SBI દ્વારા હોમ લોનના વ્યાજ દરોમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. બેંક દ્વારા માર્જિનલ કૉસ્ટ ઑફ ફન્ડ્સ બેસ્ટ લેન્ડિંગ રેટમાં 15 પોઇન્ટનો ઘટાડો કર્યો છે. નવા દરો 10મી માર્ચથી લાગુ પડશે.