વેપારઃ સોના-ચાંદીના ભાવમાં થયો આજે વધારો, જાણો કેટલા વધ્યા

અટલ સમાચાર, ડેસ્ક વિદેશી બજારમાં ખરીદી બાદ સોનાની કિંમતમાં તેજી આવી છે. જેની અસર ભારતીય બજારોમાં જોવા મળી હતી. અમદાવાદ બુલિયન માર્કેટમાં સતત બીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. અમદાવાદમાં બે દિવસમાં એક કિલો ચાંદીના ભાવમાં 2300 રૂપિયા અને 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો સુધારો નોંધાયો હતો. જ્યારે આજે બુધવારે અમદાવાદમાં એક
 
વેપારઃ સોના-ચાંદીના ભાવમાં થયો આજે વધારો, જાણો કેટલા વધ્યા

અટલ સમાચાર, ડેસ્ક

વિદેશી બજારમાં ખરીદી બાદ સોનાની કિંમતમાં તેજી આવી છે. જેની અસર ભારતીય બજારોમાં જોવા મળી હતી. અમદાવાદ બુલિયન માર્કેટમાં સતત બીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. અમદાવાદમાં બે દિવસમાં એક કિલો ચાંદીના ભાવમાં 2300 રૂપિયા અને 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો સુધારો નોંધાયો હતો. જ્યારે આજે બુધવારે અમદાવાદમાં એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયા અને 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો નજીવો સુધારો જોવા મળ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે બુધવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો સુધારો થતાં ચાંદી ચોરસા 60,500 રૂપિયા અને ચાંદી રૂપું 60,300 રૂપિયાના સ્તરે પહોંચી હતી. મંગળવારે એક કિલો ચાંદીના ભાવમાં 1800 રૂપિયાનો વધારો થતાં એક કિલો ચાંદી ચોરસા 60,000 અને ચાંદી રૂપું 59,800 રૂપિયાના સ્તરે બંધ રહી હતી.

આ ઉપરાંત અમદાવાદમાં આજે બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો નજીવો સુધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,100 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,900 રૂપિયાના ભાવે રહ્યું હતું. જે મંગળવારે 10 ગ્રામ સોનાના ભાવમાં700 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,800 રૂપિયાના ભાવે પહોંચી ગયું છે. આ ઉપરાંત હોલમાર્ક દાગીનામાં 100 રૂપિયાનો વધારો થતાં 10 ગ્રામ હોલમાર્ક દાગીનાનો ભાવ 51,060 રૂપિયાના થયો હતો.

એક્સપર્ટનું કહેવું છે કે, વિદેશી બજારની સાથે-સાથે વાયદાબજારમાં બુધવારે સોનામાં તેજી જોવા મળી છે. રોકાણકારોની નજર અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વચ્ચે થનારી ડિબેટ પર મંડરાયેલી છે. આ સિવાય અમેરિકામાં રાહત પેકેજ સાથે જોડાયેલા વિધેયકો પર પણ નજર છે. એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ફેસ્ટીવલ સિઝન આવવાના કારણે સોનાની માંગ વધી જશે. દિવાળીની નજીક સોનું હંમેશા ચમકતું હોય છે. પરંતુ કોરોનાના કારણે આ વખતે લોકો આર્થિક તંગીથી લડી રહ્યા છે. જેની અસર સોનાની માંગ ઉપર પડશે.