વેપારઃ આજે ફરી ઘટ્યા ડીઝલમાં આટલા પૈસા, જાણો કેટલા રૂપિયે લીટર થયું ?

અટલ સમાચાર, ડેસ્ક
સરકારી ઓઇલ કંપનીઓએ આજે ડીઝલના ભાવમાં ફરી ફેરફાર કર્યો છે. આજે ડીઝલનો ભાવ 8 પૈસા પ્રતિ લીટર સુધી ઘટ્યો છે. જ્યારે પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. તેના ભાવમાં છેલ્લા સાત દિવસમાં કોઈ ફેરફાર નથી થયો. મંગળવારે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 81.06 રૂપિયા પર ટકેલું રહ્યું જ્યારે ડીઝલનો ભાવ 70.63 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયો. બે દિવસમાં ડીઝલના ભાવમાં 28થી 30 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે. માંગમાં ઘટાડાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં હજુ પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જેની સીધી અસર સ્થાનિક બજારમાં ઇંધણ પર પડી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.

દિલ્હી- પેટ્રોલ 81.06 રૂપિયા અને ડીઝલો 70.63 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 87.74 રૂપિયા અને ડીઝલો 77.04 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 82.59 રૂપિયા અને ડીઝલો 74.15 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 84.14 રૂપિયા અને ડીઝલો 76.10 રૂપિયા પ્રતિ લીટર છે.