ફાઇલ તસવીર
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

સપ્તાહના બીજા દિવસે અને આજે સાતમા નોરતે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવમાં મામૂલી વધારાનું વલણ જોવા મળ્યું છે. MCX પર સોમવાર સવારે 10 વાગ્યે સોનું વાયદો 0.19 ટકા વધારો અને ચાંદીમાં 00.2 ટકાનો વધારો જોવા મળ્યો છે છતાં સોનાની કિંમતમાં આ રેકોર્ડબ્રેક કિંમતની સામે તો કડાકો જ છે. ઓલ ટાઇમ હાઇ કિંમતો કરતા આજના ભાવમાં રૂપિયા 9059નો કડાકો જોવા મળ્યો છે. આજે મલ્ટીકૉમોડિટી એક્સચેન્જ પર ડિસેમ્બર સોનાની ડિલિવરીના વાયદાના ભાવમાં 0.19 ટકાના વધારા સાથે 47, 141 રપિયા નવો ભાવ જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીમાં આજે 0.02 ટકાના મામૂલી વધારા સામે 60,963 રૂપિયાનો ભાવ ટ્રેડિંગમાં જોવા મળ્યો છે.

વર્ષ 2020ની વાત કરીએ તો ગયા વર્ષે સમાન અવધિમાં MCX પર 10 ગ્રામ સોનાના ભાવ 56,200 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા હતા. આજે સોનું ડિસેમ્બર વાયદો MCX પર 47,141 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે, એટલે કે હજુ પણ લગભગ 9059 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, મંગળવારે સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત (Ahmedabad Gold Price) 48,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત (Surat Gold Price) 48,080 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત 48,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 61,700 રૂપિયા છે. સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે ‘BIS Care app’ એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code