વેપારઃ સોનાના ભાવમાં સૌથી મોટો ઘટાડો, જાણો આજનો ભાવ

અટલ સમાચાર, ડેસ્ક સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીમાં અત્યાર સુધી સોનાના ભાવમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ડિમાન્ડમાં આવેલા ઘટાડાથી બુધવારે દિલ્હીના સરાફા બજારમાં સોનાનો ભાવ 369 રૂપિયા તૂટીને 40,871 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યો છે. ગત નાણાકીય સત્રમાં સોનું 41,267 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું
 
વેપારઃ સોનાના ભાવમાં સૌથી મોટો ઘટાડો, જાણો આજનો ભાવ

અટલ સમાચાર, ડેસ્ક

સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીમાં અત્યાર સુધી સોનાના ભાવમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ડિમાન્ડમાં આવેલા ઘટાડાથી બુધવારે દિલ્હીના સરાફા બજારમાં સોનાનો ભાવ 369 રૂપિયા તૂટીને 40,871 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યો છે. ગત નાણાકીય સત્રમાં સોનું 41,267 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું. સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ 179 રૂપિયા ઘટીને 46881 રૂપિયે પ્રતિ કિલોગ્રામ રહ્યો છે. મંગળવારે ચાંદી 47060 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યું હતું.

HDFC સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, સોનાની કિંમતોમાં ડિમાન્ડ ઘટવાને કારણે ઘટાડો આવ્યો છે. HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ એક્સપર્ટ તપન પટેલના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 396 રૂપિયા નીચે આવી ગયો છે. વૈશ્વિક બજારોમાં એક દિવસ પહેલા આવેલા ઘટાડામાં પણ સોનાની કિંમત ઓછી થઈ છે. આ વચ્ચે આંતરરાષ્ટ્રીય બેંક વિદેશ વિનિમય માર્કેટમાં રૂપિયા 8 પૈસાના વધારા સાથે 71.17 રૂપિયા પ્રતિ ડોલર રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનુ 1554 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર રહ્યું. તો ચાંદી પણ 17.70 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર રહી.

વૈશ્વિક સ્તર પર સકારાત્મક પ્રવૃત્તિની વચ્ચે સટોડિયામાં સોદા વધવાથી વાયદા બજારમાં સોનું બુધવારે 255 રૂપિયા તેજીની સાથે 40230 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં એપ્રિલ મહિનાની ડિલીવરી માટે સોનું 255 રૂપિયા એટલે કે 0.64 ટકાના વધારા સાથે 40,230 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું. તેમાં 2173 લોટ માટે કારોબાર થયો.