વેપાર: આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં આટલા પૈસાનો વધારો નોંધાયોં

અટલ સમાચાર, ડેસ્ક આજે પેટ્રોલના ભાવમાં 20 પૈસા તો ડીઝલના ભાવમાં 23 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. દિલ્હીનો ભાવ જોઈએ તો શુક્રવારે પેટ્રોલ 82.86 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 73.07 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું. પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol Diesel Price) દેશમાં 25 મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયા છે. મધ્ય પ્રદેશમાં પેટ્રોલ અને
 
વેપાર: આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં આટલા પૈસાનો વધારો નોંધાયોં

અટલ સમાચાર, ડેસ્ક

આજે પેટ્રોલના ભાવમાં 20 પૈસા તો ડીઝલના ભાવમાં 23 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. દિલ્હીનો ભાવ જોઈએ તો શુક્રવારે પેટ્રોલ 82.86 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 73.07 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું. પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol Diesel Price) દેશમાં 25 મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયા છે. મધ્ય પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સૌથી વધુ છે. અહીં પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ 90.62 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર 80.83 રૂપિયા છે.

આ વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઐતિહાસિક ઘટાડા બાદ લોકો રાહતની આશા રાખી રહ્યા હતા. પરંતુ લોકોને કેન્દ્ર સરકારે આંચકો આપ્યો હતો. સરકારે પેટ્રોલ પર 10 રૂપિયા અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટર એક્સાસાઇઝ ડ્યૂટી વધારી દીધી હતી. આ પહેલા વર્ષે 2014માં પેટ્રોલ પર ટેક્સ 9.48 રૂપિયા પ્રતિ લીટર હતો અને ડીઝલ પર 3.56 રૂપિયા. નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 સુધી કેન્દ્ર સરકારે તેમાં નવ વાર વધારો કર્યો. આ 15 સપ્તાહમાં પેટ્રોલ પર ડ્યૂટી 11.77 અને ડીઝલ પર 13.47 રૂપિયા પ્રતિ લીટર વધી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દિલ્હી- પેટ્રોલ 82.86 રૂપિયા અને ડીઝલ 73.07 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ 89.52 રૂપિયા અને ડીઝલ 79.66 રૂપિયા પ્રતિ લીટર છે.કોલકાતા- પેટ્રોલ 84.37 રૂપિયા અને ડીઝલ 76.64 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ- પેટ્રોલ 85.76 રૂપિયા અને ડીઝલ 78.45 રૂપિયા પ્રતિ લીટર છે.