વેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે EMI પર બચત

અટલ સમાચાર, ડેસ્ક સરકારી બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયો, યુકો બેંક અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકે પોતાના ગ્રાહકોને ભેટ આપી છે. બેંકના નવા દર આજથી લાગુ થશે. જાણો આ વિષે. યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના પ્રમુખ લોન વ્યાજ દર (એમસીએલઆર) માં 0.05 ટકાનો ઘટાડો થયો છે. નવા દર શુક્રવારથી એટલે કે આજથી લાગુ થશે. બેંક મુજબ એક
 
વેપારઃ આ 3 બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ, દર મહિને થશે EMI પર બચત

અટલ સમાચાર, ડેસ્ક

સરકારી બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયો, યુકો બેંક અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકે પોતાના ગ્રાહકોને ભેટ આપી છે. બેંકના નવા દર આજથી લાગુ થશે. જાણો આ વિષે. યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના પ્રમુખ લોન વ્યાજ દર (એમસીએલઆર) માં 0.05 ટકાનો ઘટાડો થયો છે. નવા દર શુક્રવારથી એટલે કે આજથી લાગુ થશે. બેંક મુજબ એક વર્ષની અવધિવાળા આ દાવા પર એમસીએલઆર 7.25 ટકાથી ઘટીને 7.20 ટકા કરવામાં આવ્યું છે. આ રીતે એક દિવસ અને એક મહિનાની અવધિના દેવામાં પણ કાપ મૂક્યા પછી વ્યાજ દર 6.75 ટકા થઇ ગયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એક વધુ સરકારી બેંક ઇન્ડિયન ઓવરસીઝ બેંકે પણ એમસીએલઆરમાં 0.10 ટકા કાપ મૂકવામાં આવ્યો છે. બેંકે એક વર્ષની અવધિ વાળી લોન પર વ્યાજ દર 7.65 ટકાથી ઘટાડીને 7.55 ટકા કરવામાં આવ્યો છે. અને આ નિયમ પણ ગુરુવારે લાગુ થઇ જશે. યુકો બેંકના એમસીએલઆરના વ્યાજ દર 0.05 ટકા કરવામાં આવ્યું છે. બેંકના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક વર્ષની અવધિવાળઆ દેવા પર 7.40 ટકાથી ઘટાડીને 7.35 ટકા કરવામાં આવી છે. આ ઘટાડા અન્ત તમામ અવધિવાળી લોન પર પણ સમાન રૂપમાં લાગુ થશે.

ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં અનેક બેંકો તેમના ગ્રાહકો માટે નવા નિયમો દાખલ કર્યા છે. સાથે જ સરકારે પણ ડિજિટલ પેમેન્ટ વધે તે માટે પ્રયાસો કર્યા છે. અને બેંક પણ ડિજિટલ પેમેન્ટને વધરવાની પર ભાર આપે છે. ત્યારે ત્રણ બેંકો દ્વારા તેમના ગ્રાહકોને જે લાભ આપવામાં આવ્યો છે તેનાથી દર મહિને ગ્રાહકોની EMI માં બચત થશે.