વેપારઃ આ સીમકાર્ડની કંપનીને કરોડોનું દેવું થઇ જતા, ગમે ત્યારે થઈ શકે છે બંધ

અટલ સમાચાર, ડેસ્ક ટૅલિકોમ ઇન્ફ્રા કંપનીઓએ જાહેર ક્ષેત્રની કંપની બીએસએનએલ (BSNL) પાસેથી બાકીના 1500 કરોડની તાત્કાલિક ચૂકવી આપવાની માંગણી કરી છે. આ કંપનીઓએ કહ્યું છે કે આવું નહીં કરવા પર તેઓ દૂરસંચાર કંપનીઓ સેવા ચાલૂ રાખવા જરૂરી ખર્ચ કરવા માટે અસમર્થ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની કંપનીઓએ કહ્યું છે કે ચૂકવણી નહીં થવાના કેસમાં દેશમાં અનેક જગ્યાએ
 
વેપારઃ આ સીમકાર્ડની કંપનીને કરોડોનું દેવું થઇ જતા, ગમે ત્યારે થઈ શકે છે બંધ

અટલ સમાચાર, ડેસ્ક

ટૅલિકોમ ઇન્ફ્રા કંપનીઓએ જાહેર ક્ષેત્રની કંપની બીએસએનએલ (BSNL) પાસેથી બાકીના 1500 કરોડની  તાત્કાલિક ચૂકવી આપવાની માંગણી કરી છે. આ કંપનીઓએ કહ્યું છે કે આવું નહીં કરવા પર તેઓ દૂરસંચાર કંપનીઓ સેવા ચાલૂ રાખવા જરૂરી ખર્ચ કરવા માટે અસમર્થ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની કંપનીઓએ કહ્યું છે કે ચૂકવણી નહીં થવાના કેસમાં દેશમાં અનેક જગ્યાએ પહેલાથી જ મોબાઇલ સેવામાં વિઘ્નો આવી રહ્યા છે. બીએસએનએલ પર કુલ 1500 કરોડ રૂપિયાનું લાંબા સમયથી દેવું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઇન્ડસ્ટ્રી બોડી ટાવર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર્સ એસોસિએશન (TAIPA) અંતર્ગત આવતી આઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના જૂથે ગુરુવારે બીએસએનએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પી.કે. પુરવારને પત્ર લખીને ટૅલિકોમ પીએસયૂ સેવાઓને ચાલુ રાખવા માટે જરૂરી વીજળી, ડીઝલ, બેટરી વગેરેની ચૂકવણીમાં સમસ્યા આવતી હોવાથી બાકીની રકમ ચૂકવવાની માંગ કરી છે. ટીએઆઈપીએ ઇન્ડસ ટાવર્સ લિમિડેટ, એટીસી ટેલીકૉમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરપ્રાઇવેટ લિમિટેડ, ભારતી ઇન્ફ્રાટેક લિમિટેડ, ટાવર વિડન લિમિટેડ, સ્ટરલાઇટ ટેક્નોલૉજીસ લિમિટેડ, સ્પેસ ટેલીલિન્ક, એપ્લાઇડ સોલર ટેક્નોલૉજી અને કૉસલાઇટ ઇન્ડિયા લિમિટેડ તરફથી બીએસએનએલના સીએમડીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે.

ટીએઆઈપીએના ડિરેક્ટર જનરલ ટીઆર દુઆએ એક નિવેદનમાં કહ્યું છે કે બીએસએનએલ પર કુલ 1500 કરોડ રૂપિયાનું લાંબા સમયથી દેવું છે, જેના પરિણામે સમસ્યા ગંભીર બની છે. આ મામલે બીએસએનએલના સીએમડી તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી અમને આશા છે. તેમણે કહ્યું કે દૂરસંચાર ક્ષેત્રની ઇન્ફ્રા કંપનીઓ પહેલા જ નાણાકીય સંકટનો સામનો કરી રહી છે. આ સમયે ચાલી રહેલા લૉકડાઉનમાં નેટવર્કને સુચારું બનાવી રાખવા માટે ખૂબ મુશ્કેલી આવી રહી છે. આ અંગે બીએસએનએલને મોકલવામાં આવેલા સવાલો અંગે હાલ કોઈ જ પ્રતિક્રિયા આવી નથી.