વેપાર@દેશ: ફરી સસ્તું થયું સોનું-ચાંદી, જાણો આજનો લેટેસ્ટ રેટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે સોમવારે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે. અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ સત્રમાં સોનાના ભાવમાં 0.40 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે ચાંદીના ભાવમાં પણ 0.33 ટકાનો ઘટાડો થયો હતો. લગભગ 10:23 વાગ્યે 5 ઓક્ટોબરના રોજ ડિલિવરી માટેનું સોનું રૂ.607 (0.40 ટકા) ઘટીને રૂ.1,52,160 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું.સોનું આજે રૂ.1,52,279 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું. જે ગયા સપ્તાહના શુક્રવારના બંધ ભાવ રૂ.1,52,787 પ્રતિ 10 ગ્રામથી રૂ.508 ઘટીને રૂ.1,52,483 પ્રતિ 10 ગ્રામ હતું. સોનાના ભાવ રૂ.1,52,483 પ્રતિ 10 ગ્રામના ઇન્ટ્રાડે ઉચ્ચતમ સ્તરથી રૂ.1,50,078 પ્રતિ 10 ગ્રામના ઇન્ટ્રાડે નીચલા સ્તર સુધી હતા. શુક્રવારના બંધ ભાવની તુલનામાં આજે સોનાના ભાવ રૂ.709 ઘટ્યા છે.
સોમવારે 4 ડિસેમ્બરના રોજ ડિલિવરી માટે ચાંદીનો ભાવ રૂ.795 (0.33%) ઘટીને રૂ.2,36,863 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી આજે રૂ.2,37,176 પ્રતિ કિલોગ્રામ પર ખુલી જે શુક્રવારે તેના અગાઉના બંધ રૂ.2,37,658 પ્રતિ કિલોગ્રામથી રૂ.482 ઘટીને રૂ.2,37,176 પર ખુલી. 11 વાગ્યા આસપાસ ચાંદીના ભાવ રૂ.2,37,496 પ્રતિ કિલોગ્રામના ઇન્ટ્રાડે ઉચ્ચતમ સ્તરથી રૂ.2,36,423 પ્રતિ કિલોગ્રામના ઇન્ટ્રાડે નીચલા સ્તર સુધી હતા. શુક્રવારના બંધ ભાવની તુલનામાં આજે ચાંદીના ભાવ રૂ.1,235 ઘટ્યા છે.મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.141,890 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.154,790 છે. ચેન્નાઈમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹156,660 છે. 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.143,600 છે. પુણે અને બેંગલુરુમાં ભાવ: આ બે શહેરોમાં, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.154,790 છે અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ચાંદી 141,890 છે.

