વેપાર@દેશ: હજુ કેટલું મોંઘુ થશે સોનું? ફરી એકવાર સોના-ચાંદીના ભાવમાં ઉછાળો

 
Gold rat

દિલ્હીમાં સોનાની નવીનતમ કિંમત 66,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. આજે ફરી એકવાર સોનું મોંઘુ થયું છે. 8 મેના રોજ સોની બજાર ખૂલ્યા બાદ સોનાના ભાવમાં 10 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો જોવા મળ્યો છે. ત્યારબાદ 24 કેરેટ સોનું 72,390 રૂપિયા પર કારોબાર કરી રહ્યું છે. તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. ચેન્નાઈમાં 22 કેરેટ સોનું રૂ. 66,410 પર ટ્રેડ થઈ રહ્યું છે.

જ્યારે મુંબઈ, પુણે, કેરળ અને કોલકાતામાં સોનાનો ભાવ રૂ. 66,360 છે. આ સિવાય અમદાવાદ અને વડોદરામાં 22 કેરેટ સોનું ખરીદવા માટે 66,410 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાની નવીનતમ કિંમત 66,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની વાત કરીએ તો દેશની રાજધાની દિલ્હીમાં તે 72,540 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. ચેન્નાઈ 72,440 રૂપિયામાં વેચાઈ રહી છે. આ ઉપરાંત વડોદરા અને અમદાવાદમાં 24 કેરેટ સોનું રૂ.72,440ના ભાવે વેચાઈ રહ્યું છે. મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુમાં 24 કેરેટ સોનાની કિંમત 72,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

પુણે અને કેરળની વાત કરીએ તો અહીં સોનાની નવીનતમ કિંમત 72,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તમને જણાવી દઇએ કે સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ બુધવારે તેજી આવી છે. ચાંદી 100 રૂપિયા મોંઘી થયા બાદ 85,100 રૂપિયા કિલોગ્રામના ભાવ પર વેપાર કરી રહી છે.