શિહોરીના વિકાસને લઈ વેપારીઓ ધૂંઆપુઆઃ મિટીંગ યોજી

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર) કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીનો વિકાસને અનુલક્ષીને મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ વેપારીઓ શિહોરી ગામના માર્કેટ બજારમાં એકઠા થયા હતા. આ મિટીંગમાં મહત્વપૂર્ણ શિહોરી ગંજ બજાર બંધ હાલતમાં છે જેની ઉપર ચર્ચા થઈ હતી. વર્ષો અગાઉ આ ગંજબજાર ચાલુ હતુ જેનાથી સ્થાનિક વેપારીઓ, ખેડૂતોને માટે સરળતા રહેતી હતી.
 
શિહોરીના વિકાસને લઈ વેપારીઓ ધૂંઆપુઆઃ મિટીંગ યોજી

અટલ સમાચાર, કાંકરેજ (ભગવાન રાયગોર)

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીનો વિકાસને અનુલક્ષીને મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ વેપારીઓ શિહોરી ગામના માર્કેટ બજારમાં એકઠા થયા હતા.

આ મિટીંગમાં મહત્વપૂર્ણ શિહોરી ગંજ બજાર બંધ હાલતમાં છે જેની ઉપર ચર્ચા થઈ હતી. વર્ષો અગાઉ આ ગંજબજાર ચાલુ હતુ જેનાથી સ્થાનિક વેપારીઓ, ખેડૂતોને માટે સરળતા રહેતી હતી. પરંતુ જ્યારથી ગંજબજારની બંધ હાલતથી ભારે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. મોટા માથા સમક્ષ ધ્યાન દોરતા મગનું નામ મળી પાડવા તૈયાર નથી. જેને લઈ વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઉપરાંત શિહોરી ગામમાં સુધારાલક્ષી કાર્ય કરવા વડિલ અને યુવાઓએ એકબીજા સાથે સહકાર સાધી સમસ્યાના મૂળ સુધી પહોંચવાની વાત કરાઈ હતી. તેમજ એકસૂરમાં જણાવ્યું હતું કે, શિહોરીના વિકાસ માટે મુખ્યમંત્રીથી લઈ કેન્દ્ર સરકાર સુધી જ્યાં જવું હશે ત્યાં અમારા પ્રશ્નો રજૂ કરીશું.

કયા-કયા મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ

  • શિહોરી ગંજબજાર બંધ હાલતમાં છે જેને ચાલુ કરાવવુ
  • શિહોરીથી ઉદરા ડીપ બનાવવી
  • રોડ-રસ્તાના રિપેર કરવા